હળવદ પથંકમા ખનીજ ચોરી કરતા પાંચ ટ્રક સહિત કુલ રૂ.75 લાખનો મુદામાલ ઝડપાયો

- text


હળવદ : હળવદ તાલુકાના જુદા જુદા ગ્રામ્ય પંથકમા પાછલા કેટલાક સમયથી અનેક વિસ્તારોમાં ખનીજ ચોરીનો વ્યાપ વધી જવા પામ્યો છે ત્યારે હળવદ પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરતા હળવદ પોલીસ દ્વારા ખનીજ માફિયાઓ પર ધોંસ બોલાવી હતી.જેમા સફેદ માટી ભરીલઈ જતા પાચ ટ્રક તથા રેતીભરેલુ એક ટ્રેકટર સહિત રૂ.75 લાખનો મુદ્દામાલ ઝડપીલેતા ખનીજ માફીયાઓમા ફફળાટ વ્યાપી ગયો છે

પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત વિગતોનુસાર હળવદ પંથકના સુંદરી ભવાની અને મિયાણી ગામેથી નાઈટ પેટ્રોલીંગ દરમિયાન હળવદ પોલીસ મથકના પી.એસ.આઈ.સી.એચ.સુકલ તેમજ સ્ટાફ દ્વારા સફેદ માટી ભરેલા પાંચ ટ્રક અને રેતી ભરેલ એક ટ્રેક્ટર સહિત કુલ 75 લાખનો મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરાતા ખનીજ માફીયાઓમા ફફળાટ વ્યાપી ગયો છે
હળવદ પંથકમાં રેતી તેમજ માટી ભરેલા અને બેફામ માતેલા સાંઢની જેમ દોડતા ડમ્પરોને આજે હળવદ પોલીસએ સપાટો બોલાવતા પાંચ ટ્રક અને એક ટ્રેક્ટરને ઝડપી પાડયો હતો જેમાં ઝડપાયેલ વાહન ચાલકોને રૂપિયા 6 લાખનો ખાણ ખનીજનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

- text

ઝડપાયેલ ખનીજ માફીયાઓના નામ
રણછોડભાઈ માધાભાઈ રહે, મુળી
દેવાભાઈ જશુભાઈ રહે , સાયલા
વીહાભાઈ વાલાભાઈ રહે ,બોટાદ
સતીષભાઈ વીજયભાઈ રહે,હળવદ

ઝડપાયેલ વાહનોના નંબર
Gj, 13.w.2133
Gj ,13.AW,2121
GJ, 13.AW,1616
GJ, 13.NN,2249
GJ, 24.V,2646

 

- text