વાંકાનેરમાં બાઇક ડિવાઈડર સાથે અથડાયુ : એકનું મોત

- text


અકસ્માતના બીજા બનાવમાં દંપતીને ટ્રકે ઠોકરે ચડાવ્યા

વાંકાનેર:વાંકાનેરના ચન્દ્રપુર નજીક બાઇક લઈને જઈ રહેલા વિકાસસિંગ નામનો યુવાન સ્લીપ થઈ ડિવાઈડર સાથે અથડાતા મોત નીપજ્યું હતું જ્યારે બીજા બનાવમાં ટ્રક ચાલકે દંપતીને હડફેટે લઈ ઇજા પહોચાડ્યાની ફરિયાદ નોંધાઇ છે.

- text

જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર નેશનલ હાઇવે ઉપર ચન્દ્રપુર નજીક વિકાસસિંગ જગદંબાસિંગ રાજપૂત નામનો યુવાન બાઇક લઈને જતો હતો ત્યારે અકસ્માતે સ્લીપ થઈ ડિવાઈડર સાથે અથડાતા મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માતની બીજી ઘટનામાં જિનપરા જકાતનાકા નજીક રાજકોટ મેઘાણી નગર-૩ માં રહેતા બાબુભાઇ થોરિયા અને તેમના પત્ની ઉષાબેનને ટ્રક ચાલકે ઠોકર મારતા ઇજા પહોંચતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

- text