વાંકાનેરના ખખાણાં ગામે સગીરા પર બે શખ્સોએ દુષ્કર્મ આચાર્યુ

- text


ભેંસ ચારવા ગઇ હતી તે દરમિયાન બાઇકમાં આવેલા બે શખ્સે કૃત્ય કર્યું

વાંકાનેરના ખખાણા ગામે રહેતી એક સગીરા પર ગામના જ એક શખ્સે અન્ય આરોપી સાથે મળી તેનું અપહરણ કર્યું હતું.અને જિયાણા ગામ પાસે લઈ જઈ દુષ્કર્મ આચાર્યુ હતું. બનાવની સગીરાએ વાંકાનેર તાલુકા પોલિસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવી હતી.

- text

બનાવની મળતી પ્રાપ્ત વિગત મુજબ વાંકાનેરના ખખાણા ગામે રહેતી એક સગીરા બે દિવસ પહેલા ગામની સીમમાં ભેંસ ચારવા ગઈ હતી તે દરમીયાન ખખાણાના જ અનિલ કેશુ વાનાણી અને અન્ય એક શખ્સે બાઈક માં અપહરણ કરી જઇ નજીકના જિયાંણા ગામ પાસે લઇ ગયા હતા અને અવાવરૂ જગ્યાએ આરોપી અનિલે બળજબરી પૂર્વક હુમલો કરી દુષ્કૃત્ય આચર્યું હતું.અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.બનાવ અંગે સગીરાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી

 

- text