વાંકાનેરના મિલ પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા છ ઝડપાયા

- text


વાંકાનેર:વાંકાનેરના મિલ પ્લોટ વિસ્તારમાં જુગાર રમતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી છ શખ્સોને જુગાર રમતા રંગે હાથ ઝડપી લીધા હતા.

- text

જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના મિલ પ્લોટ વિસ્તારમાં જુગાર રમતો હોવાની બાતમીને આધારે સીટી પીએસઆઇ એમ.જે.ધાંધલ,આર.એ.રાયમાં સહિતના સ્ટાફે દરોડો પાડ્યો હતો.
આ દરોડાની કાર્યવાહીમાં અકબર આમદ,અનવર દાઉદ,રમેશ બેચર,નરેન્દ્ર છગન સોલંકી,મુરારી જીલા,અયુબ હસન સહિતના છ ઈસમો જાહેરમાં જુગાર રમતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા અને પોલિસે સ્થળ ઉપરથી રોકડ રકમ રૂપિયા ૧૦૪૦૦ કબજે લઇ જુગરધાર હેઠળ કાર્યવાહી કરી હતી

- text