મોરબી યુવા જ્ઞાનોત્સવ અંતર્ગત વકતૃત્વ સ્પર્ધા, જનરલ નોલેજ કસોટી યોજાશે

- text


મોરબી : આગામી જાન્યુઆરી માસમાં મોરબીના આંગણે યુવા જ્ઞાનોત્સવ-૨૦૧૮નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જુદા-જુદા વિષયો પર વકતૃત્વ સ્પર્ધા,જનરલ નોલેજ કસોટી અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.

મોરબી યુવા જ્ઞાનોત્સવ સમિતિ દ્વારા આગામી ૫ થી ૭ જાન્યુઆરી દરમિયાન પટેલ સમાજ વાડી,મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મોરબી યુવા જ્ઞાનોત્સવ અંતર્ગત શાળા અને કોલેજોના છાત્રો તેમજ ઓપન કેટગરીમાટે જુદી-જુદી વય જૂથની કેટેગરીમાં વક્તૃત સ્પર્ધા, જનરલ નોલેજ કસોટી અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.

જે અંતર્ગત વકતૃત્વ સ્પર્ધામાં ૧૫ વર્ષથી નીચેની કેટેગરીમાં માતૃપ્રેમ પૃથ્વી પરનું અમૃત, ગાંધીજી આજે ભારતમાં આવેતો, ટેકનોલોજી સાધક કે બાધક અને વિભક્ત કુટુંબ એક સામાજિક દુષણ વિષય રાખવામાં આવ્યા છે જ્યારે ૧૫ વર્ષથી વધુ વય જૂથમાં આધુનિક ભારતના ઘડતરમાં યુવા પેઢીની ભૂમિકા,જો મીડિયા ન હોત તો,માટી મોરબીની વિશ્વ ફલક પર અને બાબા બાવા તોબા તોબા વિષય રાખવામાં આવ્યા છે.

- text

એ જ રીતે ઓપન કેટેગરીમાં પણ 18 થી 35વર્ષના તમામ લોકો માટે વર્તમાન સમયને વણીને વિષયો રાખવામાં આવ્યા છે.જેમાં સંવાદ કે સર્જીકલ સ્ટ્રાઇક , જ્ઞાતિ વાદ કે લોકશાહી, ભારત એક ખોજ..આર્યવ્રતથી ઇન્ડિયા સુધી, જ્ઞાન પ્રાપ્તિનું શ્રેષ્ઠ પરબ ક્યુ ? પુસ્તક કે કોમ્પ્યુટર.જેવા વિષયો રાખવામાં આવ્યા છે.

ઉપરોક્ત તમામ સ્પર્ધાઓમાં ભાગ લેવા ઇચ્છતા લોકોએ આગામી ૧૨/૧૨/૨૦૧૭ પહેલા પોતાની એન્ટ્રી નિર્મલ વિદ્યાલય મોરબી અથવા વોટ્સઅપ નમ્બર ૯૮૨૫૯ ૧૩૩૩૪ ઉપર મોકલી આપવા યાદીમાં જણાવાયું છે. અને વધુ વિગત માટે દિનેશભાઇ વડસોલા (૯૮૨૫૯ ૧૩૩૩૪)નો સંપર્ક કરવો.

વધુ વિગત માટે આ લિંક પર ક્લીક કરો yuva-gnanotsav-2018-4

- text