મોરબીમાં બીભીત્સ ડીવીડી વેંચતા બે શખ્સોને ઝડપી લેતી એસઓજી

- text


મોરબી : મોરબી એસઓજીની ટીમે આજે મોરબી શહેરમાં ચેકીંગ દરમિયાન સરદાર રોડ ઉપર બે શખ્સોને બીભીત્સ ડીવીડી વેચાણ કરતા ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી એસઓજી ટીમ શહેરના વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે સરદાર રોડ ઉપર બેન્ક ઓફ બરોડા સામે મોહસીન હુસેનભાઈ પરમાર(ઘાંચી)ઉ.૩૦ ના કબજામાંથી બીભીત્સ ડીવીડી નંગ ૩૪ કિંમત રૂપિયા ૧૩૬૦ તથા સલીમ હુસેનભાઈ આંબલિયા પાસેથી ડીવીડી નંગ ૮૭ કિંમત રૂપિયા ૩૪૮૦ પોતાના કબજામાં રાખી વેચાણ કરતા માલી આવતા એલપીસી કલમ ૨૯૨ મુજબ બન્ને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ કામગીરી એસઓજી પીએસઆઇ બી.ટી.ગોહિલ,હેડ કોન્સ.શંકરભાઇ ડોડીયા,કિશિરભાઈ મકવાણા,ફારૂકભાઈ પટેલ,જયપાલસિંહ ઝાલા,પ્રવિણસિંહ ઝાલા,માયુરધ્વજસિંહ જાડેજા,પો.કો.જયસુખભાઈ વસિયાણી,ધર્મેન્દ્રભાઈ વાઘડિયા,ભરતસિંહ ડાભી તથા વિજયભાઈ ખીમાણિયાએ કરી હતી.

- text

- text