માળીયાની યુવતીએ મોરબી દાદાના ઘરે ગળેફાંસો ખાતા ગંભીર

- text


મોરબી:માળીયા ખાતે રહેતી અને દાદાના ઘેર મોરબી આવેલી યુવતીએ ગળેફાંસો ખાઈ લેતા ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ ખસેડાઇ છે.

- text

જાણવા મળતી વિગતો મુજબ માળીયા ખાતે રહેતી હસીનાબેન રાસુલભાઈ મોવર નામની યુવતી મોરબી કાલિકા પ્લોટમાં રહેતા તેણીના દાદાને ઘેર આવી હતી ત્યારે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા પ્રથમ સારવાર મોરબી ખાનગી હોસ્પિટલમાં લઇ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી.
ઘટના અંગે રાજકોટ પ્ર.નગર પોલિસે પ્રાથમિક કાર્યવાહી કરી વધુ કાર્યવાહી માટે મોરબી પોલીસને જાણ કરી છે.

- text