મોરબી : ટીઆરબી જવાનનો ખાખીને લજવતો રોફ

- text


વાહન ચાલકોને દંડના બદલે દાન આપવા કરાતુ દબાણ

મોરબી : મોરબી એ ડિવીઝનની હદમાં કેટલાક સમય થી ચિત્ર વિચીત્ર પ્રવૃત્તિઓ થઈ રહી છે જેમા રામચોક નજીક ટ્રાફીક નિયમનના અમલ માટે સંસ્થા દ્વારા મુકવામા આવેલ ટીઆરબી જવાન દ્વારા પોલીસ કૉન્સટેબલની હાજરીમા ભુલથી વન-વે મા આવી રહેલા વાહનોને દંડના બદલે દાન આપવાનુ દબાણ કરી રહ્યો છે.

- text

જાણવા મળ્યા મુજબ રામચોક નજીક આવેલ ટ્રાફીક પોઈન્ટ પર ટ્રાફીક જમાદાર ન હોવા છતા ટીઆરબી જવાન દ્વારા કોન્સટેબલ હરદિપસિહ એ. ઝાલાની હાજરીમાં લુખ્ખાગિરી ચલાવી લોકોને હેરાન કરવામાં આવે છે હકીકતમાં ટ્રાફિક દંડની સતા જમદારની હોવા છતાં પીએસઆઇ હોવાના મદ માં રાચતા ટીઆરબીના માણસ દ્વારા દંડની બદલે દાનના નામે ગજવા ભરી લોકોને પરેશન કરવામાં આવી રહ્યા છે. ત્યારે સામાન્ય જનતામાં પોલીસની છાપ ખરાબ કરતા આવા ટીઆરબી જવાનો સામે આ બાબતે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ યોગ્ય પગલાં લેવા ની જરૂર છે.

 

 

- text