મોરબી : ચૂંટણી સંદર્ભે અટકાયતી પગલાંની કાર્યવાહી શરુ : શહેરમાં આર્મી સાથે ફલેગ માર્ચ

- text


મોરબી : મોરબીમાં આજે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ બી.પી. સોનારાએ પ્રેસ કોન્ફ્રન્સ કરી માહિતી આપતા જણાવ્યું હતું. 9 ડિસેમ્બરે યોજાનારી વિધાનસભાની ચૂંટણી શાંતિ અને નિર્ભય વાતાવરણમાં યોજવા માટે પોલીસ તંત્રએ તમામ તૈયારીઓ કરી લીધી છે.

- text

મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા મતદાન મથકોમાંથી 18 મથકોને પોલીસે સંવેદનશીલ જાહેર કર્યા છે. તો શહેરમાં વિવિધ ગુનામાં સંડોવાયેલા અને ચૂંટણી દરમિયાન કાયદો વ્યવસ્થામાં અડચણ રૂપ બની શકે તેવા 250 લોકોની સામે અટકાયટી પગલાં ભર્યા હતા. આ ઉપરાંત દારૂબંધી કાયદાનો પણ કડક અમલ કરવાના ભાગરૂપે વિશેષ પગલાં લેવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત પરવાના વાળા હથિયાર કબ્જે કરવાની તજવીજ હાથ ધરી હતી. અને કુલ 171 પરવાના વાળા હથિયાર પૈકી124 હથિયાર કબ્જે કર્યા હતા. આ સાથે મોરબી પોલીસે ચૂંટણી બંદોબસ્તમાં આવેલા અર્ધ લસ્કરી દળો સાથે શહેરમાં ફલેગ માર્ચ કરવામાં આવી રહ્યું છે. બી.પી.સોનારાએ અંતમાં જણાવાયું હતું મોરબી પોલીસ તંત્ર ચૂંટણી દરમિયાન શાંતિનો માહોલ જળવાઈ રહે તે માટે પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા છે.

- text