મોરબી : મેટ્રો ગ્રૂપના મહારક્તદાન કેમ્પમાં 1500થી વધુ લોકોએ ઉત્સાહપૂર્વક રકતદાન કર્યું

- text


માત્ર 3 કલાકમાં એક હજાર જેટલાએ લોકોએ આ સેવાયજ્ઞમાં રક્તદાન કર્યું : સાંજ સુધીમાં 1500 રક્તદાતાઓ રકતદાન કર્યું 

- text

મોરબી : મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ પરિવાર મેટ્રો ગ્રુપ દ્વારા પરિવારના દિવંગત સભ્યોની સ્મૃતિમાં આજે શુક્રવારે જોધપર પાસે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ઇમર્જન્સીના સમયે મહામુલું રક્ત લોકોને મળી શકે તેવા ઉમદા હેતુ સાથેના આ સેવા યજ્ઞમાં હજારો રક્તદાતાઓ ઉત્સાહભેર જોડાયા હતા. અને સાંજ સુધીમાં 100 મહિલા સહીત 1500થી વધુ લોકોએ રક્તદાન કર્યું હતું.
જોધપર પાસે આવેલા મેટ્રો રિસોર્ટમાં યોજાયેલા આ મહારક્તદાન કેમ્પમાં મોરબીના ઉદ્યોગજગતના આગેવાનો સહિત માત્ર 3 જ કલાકમાં એક હજારથી વધુ લોકોએ રક્તદાન કર્યું હતું. જેમાં મહિલા રક્તદાતાઓએ પણ મોટી સંખ્યામાં રક્તદાન કરી આ સેવા યજ્ઞમાં સહકાર આપ્યો હતો. કેમ્પમાં રક્તદાતાઓ માટે નાસ્તા સહિતની તમામ વિશેષ સુવિધા રાખવામાં આવી છે. તેમેજ અહીં એકઠું થયેલું રક્ત જરૂરિયાતના સમયે દરેક વિસ્તારના લોકોને કામ આવે તે માટે મોરબી, રાજકોટ અને અમદાવાદ સિવિલ હોસ્પિટલ સહિતની સરકારી અને સેવાકીય બલ્ડબેંકો ને બોલવામાં આવી છે. રક્તદાતાઓને વિશિષ્ટ સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ મહારક્તદાન કેમ્પમાં સાંજ સુધીમાં 2500 જેટલા લોકો રક્તદાન કરે તેવી શકયતા છે. આ અંગે મેટ્રો ગ્રૂપમાં શેખરભાઈ પટેલે જણાવ્યું હતું કે રક્ત એક જ એવું જે માનવ શરીર સિવાય કયાય બનતું નથી. ગુજરાતમાં રોજ હજારોની સંખ્યામાં રક્તની બોટલોની જરૂરિયાત છે. ત્યારે જરૂરિયાત મુજબનું રક્ત લોકોને મળી રહે અને લોકોમાં અને ખાસ કરીને યુવાનોમાં રક્તદાન અંગે જાગૃતિ આવે તે અમારો મુખ્ય હેતુ છે. અને આ સેવા યજ્ઞમાં અમને મોરબી સીરામીક પરિવારનો અને મોરબીના લોકોનો ઉત્સાહપૂર્વકનો સહકાર મળ્યો છે.અને સાંજ સુધીમાં 100 મહિલા સહીત 1500થી વધુ લોકોએ રક્તદાન કર્યું હતું.
આ મહારક્તદાન કેમ્પને સફળ બનાવા મેટ્રો ગ્રૂપના દિલીપભાઇ પટેલ, શેખરભાઈ પટેલ, વિકિભાઈ પટેલ તેમજ રાજુભાઇ પટેલે (એડન હિલ) ભારે જહેમત ઉઠાવી છે.

 

- text