મોરબી : ફૂટબોલમાં રસ ધરાવતા ખેલાડીઓ જોગ

- text


ફૂટબોલ ટુર્નામેન્ટ માટે મોરબીમાં ફૂટબોલ ટીમની પસંદગી

મોરબી : મોરબી ડિસ્ટ્રીકટ ફૂટબોલ અસોશિએશનને બલરામ ક્ષત્રિય ફૂટબોલ ટુર્નામેન્ટ માટે રમત-ગમત અને યુવા સાંસ્ક્રુતિક વિભાગ દ્વારા મંજુરી મળેલી હોય આ ટુર્નામેન્ટ માટે ખેલાડીઓની પસંદગી કરવામાં આવનાર છે.
બલરામ ક્ષત્રિય ફૂટબોલ ટુર્નામેન્ટ અંડર-૧૭ માટે આગામી તા.૭-૧૧-૨૦૧૭ ના રોજ ટીમ સિલેક્શન રાખેલ છે. જેમાં તા.૧-૧-૨૦૦૧ થી ૩૧-૧૨-૨૦૦૨ વચ્ચે જન્મેલા ખેલાડીઓને હાજર રેહવું, આ ટીમ મોરબી જિલ્લાની બનશે અને આ જ ટીમમાંથી સ્ટેટ લેવલ ટીમનું સિલેક્શન થશે.
ગુજરાત ફૂટબોલ ફેડરેશન સ્ટેટ લેવલ ટુર્નામેન્ટનું આયોજન કરશે. આથી ફૂટબોલમાં રસ ધરાવતા ખેલાડીઓને તા.૭-૧૧-૨૦૧૭ ના રોજ બપોરે ૩ વાગ્યે નાલાંદા વિદ્યાલય, રાજકોટ રોડ, મોરબી ખાતે પહોંચાડવા. વધુ વિગતો માટે દેવેનભાઈ રબારી (યંગ ઇન્ડિયા ગ્રુપ) – મોરબી ૯૮૨૫૯ ૦૮૭૮૭ અને જીતુભાઇ :- ૯૧૩૭૯ ૪૪૪૪૦ નો સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.

- text

- text