મોરબીમાં ચૂંટણીની તૈયારીનો ધમધમાટ : નોડલ અધિકારીઓની બેઠક યોજાઇ

- text


મોરબી : વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૧૭ની પ્રથમ તબકકાની તા.૦૯/૧૨/૨૦૧૭ ના રોજ પ્રથમ તબકકાની ૬૫-મોરબી, ૬૬-ટંકારા, ૬૭-વાંકાનેરની ચુંટણી યોજાનાર છે.આ કામગીરીના સુચારૂ આયોજન માટે ચુંટણીપંચની ગાઇલાઇન મુજબ વિવિધ કામગીરી માટે નોડલ ઓફીસરો નિયુકત કરાયા છે. આ નોડલ ઓફીસરોની થયેલ કામગીરીની સમિક્ષા કરવા મોરબી જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટરશ્રી આઇ.કે. પટેલના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી સભાખંડમાં આજે બેઠક યોજાઇ હતી.

- text

બેઠકમાં જિલ્લા ચુંટણી અધિકારીએ વિવિધ કમિટીના નોડલ ઓફીસરોને ચુંટણી સંદર્ભે થયેલ કામગીરીની ક્રમવાર નોડલ ઓફીસરો પાસેથી જાણકારી મેળવી હતી અને કામગીર સંદર્ભે માર્ગદર્શન પુરૂ પાડી કામગીરીમાં કોઇ કચાશ ન રહે તે જોવા તેમજ મતદાનની ટકાવારી વધે તેમજ મતદાન મથકોમાં પાણી અને જરૂરી પ્રાથમિક સારવારની સુવિધા ઉપલબ્ધ થાય તે જોવા પણ જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અને ખર્ચના નોડલ ઓફિસરશ્રી એસ.એમ.ખટાણા અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક અને કોડ ઓફ કન્ડકટના નોડલ ઓફિસરશ્રી નિખિલ બર્વે, નિવાસી અધિક કલેકટરશ્રી કેતન જોષી,નાયબ જિલ્લા ચુંટણી અધિકારીશ્રી એન.એફ.ચૌધરી,ત્રણેય વિધાનસભા બેઠકના ચુંટણી અધિકારી સર્વે શ્રી શિવરાજસિંહ ખાચર, જિજ્ઞાશાબેન ગઢવી અને શ્રી ચેતન ગણાત્રા, નાયબ કલેકટરશ્રી દમયંતિબેન બારોટ તેમજ વિવિધ કમિટીના નોડલ ઓફિસરો ઉપસ્થિત રહયાં હતાં.

- text