મતદાન જન જાગૃતિ રથ વાંકાનેરમાં : વીવીપેટ વોર્ટીગ મશીનનું નિદર્શન કરાયું

- text


લોકોને મતદાન કરવા અંગે માર્ગદર્શન અપાયું

મોરબી : ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૭ માં પ્રથમ વાર વીજાણુ મતદાન યંત્ર તથા વીવીપેટ નો મતદાન કરવામાં ઉપયોગ થનાર છે.
મતદારોને આ અંગેની પુરતી જાણકારી પ્રાપ્ત થાય તે માટે ચૂંટણી પંચની ગાઈડ લાઈન મુજબ મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વીવીપેટ વોર્ટીગ મશીન નિદર્શન અને મતદાન જન જાગૃતિ રથનો પ્રારંભ કરાયો છે.
સમગ્ર મોરબી જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં આ રથ ભ્રમણ કરી મતદારોને વીવીપેટ નિદર્શન દ્વારા મતદાન કરવા અંગેની જાણકારી આપવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે મતદાન જન જાગૃતિ રથ જિલ્લાના વિવિધ શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં ફરી વાંકાનેરમાં આવી પહોચ્યો હતો. વાંકાનેર શહેરના દિગ્વીજયનગર, રામચોક, ચાંવડી ચોક, અને જીનપરા ફુલદરવાજા વગેરે વિસ્તારમાં પરિભ્રમણ કરી વીવીપેટ મશીન દ્વારા મતદાન કરવા અંગે ઉપસ્થિત લોકોને વિસ્તૃત રીતે જાણકારી આપી હતી.

 

- text