મોરબીના ઉદ્યોગપતિ પરિવારની પ્રેણાદાઇ પહેલ : દિવંગત પરિવારજનોની યાદમાં મહારક્તદાન કેમ્પ

- text


શુક્રવારે મેટ્રો ગ્રુપ દ્વારા જોધપર પાસે મહારક્તદાન કેમ્પ : 2 હજારથી વધુ લોકો સકતદાન કરશે

મોરબી : મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ પરિવારે છેલ્લા બે વર્ષથી પ્રેણાદાઇ પહેલ કરી છે. જેમાં દિવંગત પરિવારજનોની યાદમાં તેમની પુણ્યતિથિએ મહારક્તદાન કેમ્પ યોજી અનેક લોકોની જિંદગી બચાવવા સેવાયજ્ઞ શરુ કર્યો છે. મોરબી મેટ્રો ગ્રુપના આદ્રોજા પરિવારના અકસ્માતમાં મૃત્યુ પામનાર દિવંગત પરિવારજનોની યાદમાં મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જેના અનુસંધાને તારીખ 3 નવેમ્બરને શુક્રવારે મોરબીના જોધપર પાસે મહારક્તદાન કેમ્પ યોજાશે.
મોરબીના જાણીતા મેટ્રો સિરામિક ગ્રુપના દિલીપભાઈ આદ્રોજા અને શેખરભાઈ આદ્રોજાના પરિવારને બે વર્ષ પૂર્વે હળવદ નજીક અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં તેમના પરિવારની બંસી આદ્રોજા અને હિરન ધોડાસરાનું અવસાન થયું હતું. આ બન્ને દિવંગતની સ્મૃતિમાં આવતીકાલે બંસી પાર્ટી પ્લોટ,મેટ્રો રિસોર્ટ એન્ડ કલબ કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવન પાછળ જોધપર (નદી) ખાતે સવારે ૮ થી ૫ દરમિયાન મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 2 હજારથી વધુ લોકો રક્તદાન કરશે.
ઉલ્લેખનીય છે કે અકસ્માત સમયે લોહીની જરૂરિયાત ઉભી થતી હોય આ ફોરેવર રક્તદાન કેમ્પ યોજી મેટ્રો ગ્રુપ દ્વારા સમાજને ઉપયોગી થવા નવો રાહ ચીંધવા છેલ્લા બે વર્ષથી આ સેવા યજ્ઞ શરૂ કર્યો છે. જેમાં હજારો રક્તદાતાઓ રક્તદાન કરનાર હોવાનું આયોજક મેટ્રો ગ્રુપ દ્વારા જણાવાયું હતું.

- text

- text