મોરબીની શેઠ ગર્લ્સ હાઈસ્કૂલમાં ભૂગર્ભના પાણી ઉભરાતા ફરિયાદ

- text


મોરબી:મોરબીના વિશિપરા વિસ્તારમાં આવેલી એમ.પી.શેઠ ગર્લ્સ હાઈસ્કૂલમાં ભૂગર્ભ ગટરના ગંદા પાણી ઉભરાતા જિલ્લા કલેકટરને ફરિયાદ કરવામાં આવી છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી શહેરના વિશિપરા વિસ્તારમાં આવેલી એમ.પી.ગર્લ્સ હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાંથી નગર પાલિકાની ભૂગર્ભ ગટર લાઈન પસાર થાય છે જે ચોકઅપ થઈ જતા ચોમાસા દરમિયાન નગરપાલિકા સ્ટાફ દ્વારા ખોદકામ કરવામાં આવ્યું હતું બાદ માં એ જ સ્થિતિમાં આ કામને છોડી દેવતા હાલમાં ગર્લ્સ હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં ભૂગર્ભ ગટર છલકાઈને સરોવરની જેમ ગંદા પાણી ભરાઈ ગયા હોવાથી અહીં અભ્યાસ કરતા વિષ્યર્થીઓ અને હાઈસ્કૂલના કર્મચારીઓ અને આજુબાજુના રહીશોના આરોગ્ય સામે જોખમ ઉભું થયું છે.

- text

આ મામલે જિલ્લા કલેકટરને રજુઆત કરી શાળા સંચાલકો દ્વારા ગંભીર રોગચાળાની ભીતિ વ્યક્ત કરી સત્વરે ભૂગર્ભ લાઈનનું રીપેરીંગ કરવા માંગણી ઉઠાવી અગાઉ નગરપાલિકાના સાતધીશોને રજુઆત કરવા છતાં પગલાં ન ભરાયાનો વસવસો પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

 

- text