ભારતનો સીરામીક ઉદ્યોગ 2020 સુધી રૂ. 50,000 કરોડના ટર્નઓવર સાથે લગભગ બેગણો વૃદ્ધિ પામશે

- text


રાજકોટમાં વાઈબ્રન્ટ સીરામિક્સ એક્સપો એન્ડ સમિટ 2017ની પત્રકાર પરિષદમાં માહિતા આપતા મોરબી સીરામીક એસો.ના પ્રમુખ નિલેશ જેતપરીયા

ફિનિશ્ડ પ્રોડક્ટ્સ માટે દુનિયાનું સૌથી વિશાળ સીરામિક્સ પ્રદર્શન નવેમ્બર 2017માં ગુજરાતના ગાંધીનગરમાં યોજાશે : સંદીપ પટેલ

રાજકોટ : આજે રાજકોટ ખાતે વાઈબ્રન્ટ સીરામિક્સ એક્સપો એન્ડ સમિટ 2017ની પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. રાજકોટ ની મુલાકાતનું મુખ્ય કારણ સીરામીક ઉદ્યોગ વિશે જાગૃતિ વધારવાનું છે અને સીરામીક ઉદ્યોગની વાત આવે ત્યારે ચીન પછી ભારત દ્વિતીય સ્થાને આવે છે તે સિદ્ધ કરવાનું પણ હતું. ઉપરાંત આ પત્રકાર પરિષદમાં વધુ એક નોંધપાત્ર નિરીક્ષણ એ કરાયું હતું કે જો ભારતીય સીરામિક્સ ઉદ્યોગ ગુજરાતના મોરબીથી સીરામિક્સની આયાત કરવાનું શરૂ કરે તો ચીન જેવા આ ઉદ્યોગમાં યાદીમાં ટોચે છે તેવાં બધાં અન્ય રાષ્ટ્રને ભારત પાછળ મૂકી શકે છે.

વાઈબ્રન્ટ સીરામિક્સ એક્સપો એન્ડ સમિટ (વીસીઈએસ) 2017 ગુજરાતના ગાંધીનગરમાં ટાઉનહોલ નજીક પ્રદર્શન કેન્દ્રમાં 16-19 નવેમ્બર, 2017ના યોજાશે. આ પ્રદર્શન 50,000 ચોરસમીટર વિસ્તારમાં યોજાશે, જેમાં 250થી વધુ પ્રદર્શનકારીઓ, 400થી વધુ બ્રાન્ડ્સ અને આકાર તથા ડિઝાઈનમાં સેંકડોમાં સીરામીક એક છત હેઠળ આવશે.

આ કાર્યક્રમ માં શ્રી નિલેશ જેતપરીયા -પ્રમુખ, વાઇબ્રન્ટ સિરામિક્સ એક્સ્પો એન્ડ સમિટ-2017, શ્રી સંદીપ પટેલ -સીઈઓ, વાઇબ્રન્ટ સિરામિક્સ એક્સ્પો એન્ડ સમિટ-2017, સમીર શાહ સહિતના આગેવાનો ઉપસ્થિત રહયા હતા.

વાઈબ્રન્ટ સીરામિક્સ એક્સપો એન્ડ સમિટ 2017 અંગે મોરબી સીરામીક એસો.ના પ્રેસિડેન્ટ શ્રી નિલેશ જેતપરિયાએ જણાવ્યું હતું કે ભારત દુનિયામાં દ્વિતીય સૌથી વિશાળ ટાઈલ્સ બજાર છે. વૈશ્વિક ટાઈલ્સ નિર્મિતી 2006 – 2013ના સમયગાળામાં 6.3 ટકાના વાર્ષિકીય દરે વૃદ્ધિ પામી છે ત્યારે ભારતમાં ટાઈલ્સનું ઉત્પાદન આ જ સમયગાળામાં 12.0 ટકા સાથે લગભગ બેગણું વધ્યં છે. સેરામિક ટાઈલ્સ ભારતમાં કુલ ટાઈલ્સની માગણીના 60 ટકા આસપાસ છે અને 2014-2019ના સમયગાળામાં તે 8.7 ટકા સીએજીઆરે વૃદ્ધિ પામવાની ધારણા છે.
તેમણે ઉમેર્યું હતું કે મેક ઈન ઈન્ડિયા, સ્કિલ ઈન્ડિયા અને સ્વચ્છ ભારત અભિયાનના ભારત સરકારના મુખ્ય એજન્ડાની રેખામાં અમે દેશની આર્થિક વૃદ્ધિમાં યોગદાન આપવાની નાવીન્યતા લાવવા સતત પ્રયત્નશીલ છીએ અને રાજ્યોમાં વધુ રોજગારી નિર્માણ કરવા માગીએ છીએ. હાલમાં અમે મહેસૂલમાં લગભગ 4 અબજ ડોલરનું યોગદાન આપી રહ્યા છીએ અને કુશળ તથા અકુશળ 10 લાખથી વધુ લોકોને રોજગારી આપી છે.

- text

વાઈબ્રન્ટ સીરામિક્સ એક્સપો એન્ડ સમિટ 2017ના સીઈઓ શ્રી સંદીપ પટેલે જણાવ્યું હતું કે ટેકનોલોજી ટ્રાન્સફર, રોકાણ, સંયુક્ત સાહસો, બીટુબી તેમ જ બીટુજી નેટવર્કિંગ તકો આ પરિષદમાં મુખ્ય રૂપરેખા રહેશે, જયારે પ્રદર્શનમાં આધુનિક ટેકનોલોજી, સેરામિક ટાઈલ્સ, સેનિટરી વેર અને બાથ ફિટિંગ્સ પ્રદર્શિત કરાશે. વાઈબ્રન્ટ સેરામિક્સ એ આ ઉદ્યોગમાં મુખ્ય ખેલાડીઓને એકત્ર કરવાના અને તેમની અંદર નવો જોશ ભરવાના લક્ષ્ય સાથેની પહેલ છે. અમે તેજસ્વી આંતરક્રિયા, ચેનલિંગ અને નેટવર્કિંગ માટે બધા પ્રકારના વેપાર સંસાધનોને એક મંચ પર લાવવા ઉત્સુક છીએ.

વાઈબ્રન્ટ સીરામિક્સની પ્રથમ આવૃત્તિ ગયા વર્ષે યોજાઈ તેમાં 22 દેશમાંથી 610થી વધુ વિદેશી મોવડીએ ભાગ લીધો હતો, જ્યારે આ વર્ષે 65થી વધુ દેશોમાંથી 2500થી વધુ દરિયાપારના ખરીદદારો ઊમટી પડવાની અપેક્ષા છે. આ ઈવેન્ટમાં ચાર દિવસમાં એક લાખથી વધુ લોકો આવવાની ધારણા છે. ઈવેન્ટના અંત સુધી ક્ષેત્રમાં રૂ. 500 કરોડ મૂલ્યનો વેપાર ઊપજશે અને લગભગ રૂ. 1300 કરોડના ઓર્ડર મળવાની ધારણા છે.

વાઈબ્રન્ટ સીરામિક્સ 2017 માટે રોડ વૈશ્વિક સ્તરે લગભગ 65 દેશોમાં યોજાશે, જેમાં આયોજકો ખુદ ભારતનાં 100 સ્માર્ટ શહેરોની મુલાકાતે જશે.

ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કમ્બોડિયા, ચીન, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઈન્ડોનેશિયા, ઈટાલી, જોર્ડન, કેન્ય, લાટવિયા, મડાગાસ્કર, મોરિશિયસ, મેયોટ, મેક્સિકો, નેપાળ, ઓમાન, ફિલિપિન્સ, પોલેન્ડ, કતાર, રશિયા, સાઉદી અરેબિયા, સેનેગલ, સાઉથ આફ્રિકા, સ્પેન, શ્રીલંકા, તાન્ઝાનિયા, યુગાંડા, યુનાઈટેડ આરબ અમીરાત, યુનાઈટેડ કિંગડમ, યુનાઈટેડ સ્ટેટ્સ, સર્બિયા વગેરે ખાતેથી મોવડીઓ આવશે.

વાઈબ્રન્ટ સીરામિક્સ વિશેઃ
વાઈબ્રન્ટ સીરામિક્સ કુશળ માનવ સંસાધન અને અત્યાધુનિક ટેકનોલોજીનું મહત્તમ સંયોજન પૂરું પાડીને દુનિયાભરમાં કોર્પોરેટ અને વ્યાવસાયિક જગતમાં ભારત ફૂલેફાલે તે જોવા માટે આપણા સન્માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો વિચારને ધ્યાનમાં રાખીને યોજાય છે. વાઈબ્રન્ટ 2017 બીજી આવૃત્તિ ઉદ્યોગપતિઓ, ડીલરો, ગ્રાહકો, નિષ્ણાતો અને સીરામિક્સ ઉદ્યોગન લગતા બધા લોકો માટે વેપાર શક્યતાઓ પર સંમેલન કરવા, આંતરક્રિયા કરવા અને ચર્ચા કરવા માટે આદર્શ મંચ છે. વધુ માહિતી માટે કૃપા સંપર્ક http://www.vibrantceramics.com/

- text