મુંબઈમાં ક્રેડાઈ અને બિલ્ડરો સમક્ષ વાઈબ્રન્ટ સિરામિક એક્સપોનું પ્રમોશન

મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી પ્રકાશ મહેતાની ઉપસ્થિતિમાં ગેટ ટુ ગેધર યોજાયું

મોરબી : આગામી 16 થી 19 તારીખ સુધી ગાંધીનગર ખાતે યોજનાર વાઈબ્રન્ટ સિરામિક એક્સપોનું તાજેતરમાં મુંબઈ ખાતે પ્રમોશન કરવામાં આવ્યું હતું જેમાં મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સિરામિક એસોસિએશન અને ઓકટાગોન કોમ્યુનિકેશ દ્વારા મુંબઈના આંગણે આગામી માસમાં યોજાનાર વાઈબ્રન્ટ સિરામિક એક્સપોનું પ્રમોશન અને ગેટ ટુ ગેધર યોજવામાં આવ્યું હતું જેમાં ૩૦૦ જેટલા ડિલર્સ, ડિસ્ટ્રીબ્યુટર અને બિલ્ડરો હાજર રહ્યા હતા.
મુંબઇ ખાતે યોજાયેલ આ પ્રમોશનમાં મહારાષ્ટ્ર સરકારના હાઉસિંગ વિભાગના કેબિનેટ મંત્રી પ્રકાશ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
વધુમાં આ ઇવેન્ટમાં રિયલ એસ્ટેટક્ષેત્રે કાર્યરત દેશનું સૌથી મોટું સંગઠન ક્રેડાઈ અને બિલ્ડર એસોસિએશન ઓફ ઇન્ડિયાના સભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને આગામી વાયબ્રન્ટ સીરામીક એક્સપોમાં મોટી સંખ્યામાં હાજરી આપવા આમંત્રણનો સ્વીકાર કર્યો હતો. આ તકે આ કાર્યક્રમમાં મોરબી સિરામિક એસો.ના પ્રમુખ કે.જી. કુંડારિયા, નીલેશભાઈ જેતપરિયા તેમજ ઓકટાગોન કોમ્યુનીકેશનના સીઈઓ સંદીપ પટેલ હજાર રહ્યા હતા.