આર્થિક મંદીમાંથી બહાર આવવું હોય તો ચાઇનાનું ઈમ્પોર્ટ બંધ કરાવો : વડાપ્રધાનને રજુઆત કરતા ઓરેવાગ્રુપના એમડી જયસુખભાઈ પટેલ

મેક ઇન ઇન્ડિયા,સ્કિલ ડેવલોપમેન્ટ,સ્ટાર્ટ અપ જેવી યોજનાઓ થકી નાના,માધ્યમ ઔદ્યોગિક એકમોને બચાવવા અપીલ

મોરબી:આજે દેશ આર્થિક મંદીના દોરમાંથી પસાર થઈ રહ્યો છે અને ઘર આંગણે ઉદ્યોગો બંધ થઈ રહ્યા છે ત્યારે આ મંદી માંથી બહાર આવવું હોય તો ચાઇનાથી ઈમ્પોર્ટ બંધ કરી દેશના નાના, મધ્યમ ઉધોગોને પ્રોત્સાહન આપવુ જોઈએ તેવી રજુઆત ઓરેવા ગ્રુપના એમ.ડી.જયસુખભાઈ પટેલે વડાપ્રધાન મોદી ને કરી છે.

વડાપ્રધાન અને નાણાં મંત્રાલયને વિસ્તૃત રૂપે કરવામાં આવેલી રજુઆત માં જણાવ્યું છે કે ચાઇનાથી ઈમ્પોર્ટ થતા રેડિ ટુ યુઝ પ્રોડક્ટને કારણે ભારતના નાના ઉદ્યોગોનો મૃત્યુ ઘંટ વાગી ગયો છે અને હવે ઉદ્યોગકારો પોતાની બ્રાન્ડ નેમથી ચાઇનાથી માલ માગવી રહ્યા છે જેના કારણે રોજગારી ખતમ થવાની સાથે અંડર બીલિંગ માલ આવતો હોવાથી સરકારને આવકમાં ગાબડાં પડી રહ્યા છે.
મોરબીમાં ૪૦૦૦ લોકોને રોજગારી પુરી પાડતા ઓરેવા ગ્રુપ દ્વારા વિશેષ રજુઆતમાં જણાવ્યું હતજ કે ભારતમાં હોઝિયરીથી લઇ સ્ટેશનરી ,ઇલેક્ટ્રિકલ,ઇલેક્ટ્રોનિક્સ,રમકડાં,ફર્નિચર,કમ્પ્યુટર,ઓફીસ ઇકવીપમેન્ટ, સહિતના ક્ષેત્રે સારા કારીગરો છે અને જો સરકાર બહારથી આયાત થતા માલ ઉપર વધુને વધુ કસ્ટમ ડ્યુટી લાદી દરેક આયાત સ્થળો ઉપર કડક ચેકીંગ કરી અંડર ઇનવોયસિંગ બંધ કરવાની સાથે રેડી ટુ યુઝ ફિનિસ પ્રોડક્ટના કન્ટેનરોને ઝડપથી ક્લિયરન્સ ન આપવની નીતિ અમલમાં મુકવી જોઈએ.
આમ જો ભારતના ઉદ્યોગોને બચાવવા હોય તો તાકીદે ચીનથી આયાત થતા ફિનિસ ગુડ અંગે નવી નીતિ બનાવી અંડર ઇનવોયસિંગ બંધ કરાવી આકરી ઈમ્પોર્ટ અને કસ્ટમ ડ્યુટી નાખવા જયસુખભાઈ પટેલ અંતમાં માંગણી ઉઠાવી હતી.