વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી લાખોના દારૂ સાથે રાજકોટનો બુટલેગર ઝડપાયો

- text


મોરબી:આર આર સેલે વાંકાનેર બાઉન્ડ્રી નજીક બાતમીને આધારે ઓપરેશન પાર પાડી લાખો રૂપિયાના વિદેશી દારૂ સાથે ઘંટેશ્વરના બૂટલેગરને ઝડપી લેવામાં સફળતા મેળવી છે.

જાણવા મળતી વિગતો મુજબ આરઆર સેલને મળેલી બાતમીને આધારે ગઈકાલે મધ્યરાત્રિથી વાંકાનેર બાઉન્ડ્રી નજીક વોચ ગોઠવી હતી ત્યારે રાજકોટના ઘંટેશ્વરના બુટલેગરો મારુતિ સ્વીફ્ટ કારમાં દારૂ લાઇ પસાર થતા આર આર સેલે અટકાવી તલાશી લેતા મારુતિકાર નમ્બર જીજે-૩ જેસી ૨૨ નંબરની ગાડીમાંથી વિદેશી દારૂની ૩૦૦ બોટલ મળી આવી હતી.
આ દરોડાની કાર્યવાહીમાં પોલીસે ૯૨૪૦૦ ની કિંમતનો વિદેશી દારૂ,૫ લાખની કિંમતની ગાડી અને બે મોબાઈલ ફોન માલી કુલ ૬લાખ ૪૦૦નો મુદામાલ કબજે કર્યો હતો.
વિદેશી દારૂ પ્રકરણમાં ઘંટેશ્વરના બુટલેગર રાઘુવીરસિંહ કિરીટસિંહ ગોહિલ ઝડપાઇ ગયો હતા જ્યારે કિશોર ગુલાબચંદ અને અબ્દુલ મુસ્લિમ નામના શખ્સો પોલીસને હાથ લાગ્યા ન હતા.

- text

આ મામલે આરઆર સેલે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુન્હો નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ફાઈલ ફોટો

- text