હળવદના સાપકડા ગામે નર્મદા કેનાલમાં ડૂબી જતાં યુવકનું મોત

- text


હળવદ : હળવદ તાલુકાના સાપકડા નજીક નર્મદા કેનાલમાં ડૂબી જતાં હળવદના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.

- text

જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના સાપકડા ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં ડૂબી જતાં હળવદમાં રહેતા ધીરુભાઈ દેવભાઈ રાઠોડ ઉ.૧૯ નામના યુવાનનું મોત નીપજ્યું હતું. ઘટના અંગે પોલિસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- text