ગુરુવારે હળવદમાં સ્વૈચ્છીક રક્તદાન શિબિર

- text


હળવદ : વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળ દ્વારા હુતાત્માદિન નિમિત્તે આગામી તા.૨ ને ગુરુવારે સ્વૈચ્છીક રક્તદાન શિબિર નું આયોજન કરેલ છે.

- text

હળવદના સરકારી દવાખાના ખાતે ગુરુવારના રોજ યોજાનાર આ રક્તદાન શિબિર માં જે રક્ત (લોહી ની બોટલ) એકત્ર થશે તે સિવિલ હોસ્પિટલ , અમદાવાદ (કેન્સર વિભાગ) માં જરૂરિયાતમંદ દર્દીઓ માટે ઉપયોગ માં લેવાશે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સમગ્ર ગુજરાત રાજ્ય અને આસપાસ ના રાજ્ય માંથી ખાસ કરીને સામાન્ય અને દરિદ્ર દર્દીઓ સારવાર લેવા માટે આવે છે અને કેન્સર પીડિત દર્દીઓ ને અને અન્ય ગંભીર રોગ માટે જ્યારે લોહી ની જરૂર પડે ત્યારે સિવિલ હોસ્પિટલમાં જ જો દર્દી દાખલ હોઈ તો વિનામૂલ્યે લોહી ની બોટલ આપવામાં આવે છે અને હળવદ વિસ્તાર ના અનેક જરૂરિયાતમંદ દર્દીઓ ને સિવિલ હોસ્પિટલ બ્લડબેંક માંથી લોહી ની જરૂર હોય ત્યારે તાત્કાલિક ધોરણે પૂરું પાડવામાં આવ્યું છે.
જ્યાં સુધી બ્લડ બેંક પાસે સ્ટોક હોઈ ત્યાં સુધી જરૂરિયાતમંદ દર્દીઓ ને ખૂબ જ મદદરૂપ થાય છે… અને એટલા માટે જ છેલ્લા ઘણા વર્ષો થી નિયમિત રીતે સ્વૈચ્છીક બ્લડ ડોનેશન કેમ્પ ના આયોજન કરીએ છીએ જેમાં હળવદ ના સૌ જાગૃત નાગરિકો અવશ્ય રક્તદાન કરી અને આ સેવાયજ્ઞ માં આહુતિ આપી અને કોઈ જરૂરિયાતમંદ દર્દી ની તે ચાહે કોઈપણ સમાજ કે ધર્મ ના હોઈ તેની જિંદગી બચાવવા માં નિમિત્ત બનીએ છીએ તો મિત્ર વર્તુળ સાથે રક્તદાન કરવા માટે પધારો તેવી નમ્ર પ્રાર્થના અને અપીલ કરવામાં આવી છે. વધુ વિગતો માટે 9712176550, 9277903721, 9974312855, 9727366100 સંપર્ક સાધવો.

- text