હળવદના ઘણાદ ગામે પતિએ પત્નીને માથામાં ધોકો ફટકારતા થયું મોત

- text


પતિ અવારનવાર દારૂ પી ને ઝઘડો કરતો હતોઃ પત્નીને મોતને ઘાટ ઉતારતા પંથકમાં ચકચાર

હળવદ : તાલુકાના ઘણાદ ગામે પતિએ પત્નીને બરહેમીપૂર્વક ધોકા વડે માર મારતા પત્નીના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા મોત નિપજ્યું હતું. આ બનાવના પગલે ગ્રામ્ય પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે.
પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી હળવદ તાલુકાના ઘણાદ ગામે ગતરાત્રિના અરસામાં પતિ રમેશભાઇ ઉકાભાઈ કોળી દારૂ પીધેલી હાલતમાં ઘરે આવી પત્ની સાથે નાની-મોટી બોલાચાલી થતાં પતિએ ધોકા વડે ફટકારતા પત્ની અનસુયાબેન કોળીને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં મોત નિપજ્યું હતું. આ બનાવના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. જોકે આ ઘટનાની જાણ પોલીસને થતાં પીઆઈ બી.ટી.વાઢીયા, પીએસઆઇ ચન્દ્રકાંત શુકલ, મહિલા પીએસઆઇ એલ.બી.બગડા સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો.
આ અંગે મૃતકના પિતા પ્રભુભાઈ જહાભાઈ કોળી (રહે અેંજાર) વાળાએ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી રમેશભાઈ કોળીને ઝડપી લીધો હતો. હળવદ પીઆઈ બી.ટી.વાઢીયાએ વધુ તપાસ હાથ ધરી ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે.

- text

- text