ધ્રોલના તાંત્રિકે મોરબીની યુવતીનું શિયળ લૂંટતા ફરિયાદ

- text


મોરબી : મોરબીના વિશિપરામાં રહેતી યુવતીના લગ્ન થતા ન હોય ધ્રોલના તાંત્રિકે લગ્નની લાલચ આપી મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

જાણવા મળ્યા મુજબ મોરબીના વિસીપરા વિસ્તારમાં રહેતી ૨૪ વર્ષની યુવતીએ બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે આરોપી કિશોર માધવ ધોળકિયા રહે. ધ્રોલ નામના શખ્શે તેની મરજી વિરુદ્ધ જુદી જુદી જગ્યાએ લઇ જઈને તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધો બાંધ્યા હતા. વધુમાં આ ચોંકાવનારી ઘટનામાં તેના મિત્રો મુનો અને રવિ કે જે મીરા નામની યુવતીના બોયફ્રેન્ડ છે એ બંનેએ પણ આરોપીને મદદગારી કરી હોવાનું ફરિયાદમાં ભોગ બનનાર યુવતીએ જણાવતા પોલીસે આ ચકચારી બનાવમાં ગંભીરતાથી તપાસ શરૂ કરી છે.
આ મામલે તપાસનીસ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ ભોગ બનનાર યુવતીના લગ્ન થતા ના હોવાથી તેના બોયફ્રેન્ડ અશ્વિન તેણીને કિશોર ધોળકિયા નામના તાંત્રિકને ઓળખતો હોય, તેની પાસે મોકલી હતી જ્યાં લગ્ન કરાવી આપવાની લાલચે આરોપીએ યુવતી સાથે મરજી વિરુદ્ધ દુસ્કર્મ કર્યું હતું.

- text

- text