તુલસી વિવાહ પૂર્વે મોરબીમાં 1200 તુલસીના રોપનું વિનામૂલ્યે વિતરણ

- text


મયુર નેચર ક્લબ,વન વિભાગ અને પત્રકાર મીત્રો દ્વારા કરાયેલા આયોજનમાં લોકોએ તુલસી વાવવા ઉત્સાહ દર્શાવ્યો

મોરબી : આગામી દેવ ઉઠી એકાદશી એટલે કે દેવ-દીવાળીના અનુસંધાને મોરબી ખાતે આજે વિનામૂલ્યે તુલસીના રોપનું વિતરણ કરવામાં આવ્યું હતું અને 1200 તુલસીના રોપનું વિતરણ કરાયું હતું.
મયુર નેચર ક્લબ,વન વિભાગ મોરબી અને પત્રકાર મિત્રો દ્વારા આજે સવારે ૯.૩૦ વાગ્યે કે.કે.સ્ટીલવાળી શેરી, શનાળા રોડ ખાતે વહેલા તે પહેલાના ધોરણે તુલસીના રોપનું વિતરણ શરૂ કરવામાં આવતા જ લોકોએ ભારે ઉત્સાહ દર્શવ્યો હતો અને જોત જોતામાં 1200 તુલસીના રોપનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ તકે મયુર નેચર ક્લબના એમ.જે.મારૂતિ સાહેબ સહિતના પર્યાવરણ પ્રેમીઓએ કાર્યક્રમને સફળ બનાવ ભારે જેહમત ઉઠાવી હતી.

- text

 

- text