મતદાર યાદીમાં નામ ઉમેરવા વધુ એક તક : કાર્યક્રમ જાહેર કરતું ચૂંટણી પંચ

- text


મોરબી : આગામી તારીખ ૯ અને ૧૪ ડિસૅમ્બરના રોજ યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉંમરની પાત્રતા ધરાવતી કોઈપણ વ્યક્તિ મતદાનથી વંચિત ન રહે તે માટે રાજ્ય ચૂંટણીપંચ દ્વારા મતદારયાદી સુધારણા નવો કાર્યક્રમ જાહેર કરાયો છે અને તે મુજબ પ્રથમ તબક્કામાં આજથી ૧૦ નવેમ્બર સુધી અને બીજા તબક્કા માટે તા ૧૬ નવેમ્બર સુધી આ પ્રક્રિયા ચાલુ રહેશે.

રાજ્ય ચૂંટણી પંચના જણાવ્યા મુજબ વિધાનસભાની ચૂંટણીનો પ્રથમ તબક્કો ૮૯ બેઠક માટે જે મત વિસ્તારમાં યોજાવવાનો છે તે મત વિસ્તારના ૧૦ નવેમ્બર સુધી અને બીજા તબક્કાની ચૂંટણી માટે તારીખ ૧૬ નવેમ્બર સુધી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલુ રહેશે.

અગાઉ અલગ-અલગ બે તબક્કાઓ માં મતદારયાદી સુધારણા કાર્યક્રમ યોજાયો હતો અને તેની પૂરવણી યાદી જાહેર કરવામાં આવી છે તે મૂળ મતદારયાદી સાથે મર્જ કરી દેવાશે અને હવે જે કાર્યક્રમ યોજાઇ રહ્યો છે તેની અલગથી પુરવણી મતદાર યાદી બનાવવામાં આવશે.

- text

ચૂંટણીપંચના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ ઉમેદવારીપત્ર રજૂ કરવાની છેલ્લી તારીખ થઈ એટલે કે દસ દિવસ પહેલાં ફોર્મ નંબર 6 ભરીને મતદારયાદીમાં નામ નોંધાવી શકાશે અને અતિ મહત્વનું હાલ મતદાર યાદીમાંથી નામ કમી કરાવી શકાશે નહી પરંતુ મતદારના અવસાન અથવા તો સ્થળાંતરના કિસ્સામાં મળેલી અરજી પરત્વે કાર્યવાહી કરીને મતદારયાદીમાં મતદારના નામ સામે ખાસ નોંધ અલગથી લખવામાં આવશે.

તદુપરાંત પોતાનું નામ મતદારયાદીમાં છે અથવા નથી અથવા ખોટા આક્ષેપો કરીને મારું નામ નીકળી ગયું છે કે આ રાજ્યની સરકારે મારું નામ કાઢી નાખ્યું છે એવા ખોટા વિચારો માટે ખોટી પાયાવિહોણી વાતોમાં ન આવી અને આપણે સમય આપણા માટે કાઢીને આ લોકશાહીના પર્વમાં જોડાવું પડશે.

આગામી વિધાનસભા ચૂંટણીમાં જો તમારે ખરેખર લોકશાહીને તમારો પવિત્ર મત આપવો હોય તો આપ આપના માટે સમય કાઢીને આપની નજીકની પ્રાથમિક શાળા કે જ્યાં આપનું મતદાન મથક છે તેમના બીએલઓ બૂથ લેવલ ઓફિસર નો સંપર્ક કરી અને આપનું નામ મતદારયાદીમાં છે કે નથી અને જો ના હોય તો જરૂરી પુરાવો આપી આપનું નામ મતદારયાદીમાં નોંધાવી શકો છો.

 

- text