મોરબી જિલ્લામાં મતદાર જાગૃતિ માટેના રથને લીલીઝંડી આપતા કલેકટર

- text


સુપર માર્કેટ પાસે વિવિપેટ મશીનનું નિર્દેશન કરીને લોકોને માહિતગાર કરાયા

મોરબી : આગામી ૯ ડિસેમ્બરે યોજાનારી સામાન્ય વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ વખત જ ઇવીએમ સાથે વિવિપેટ મશીનનો ઉપયોગ થનાર હોય લોકોમાં નવી મતદાન પ્રક્રિયા અંગે જાગૃતિ આવે તે હેતુથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આજથી મોરબી શહેર જિલ્લામાં વિવિપેટ મશીનનું નિર્દશન કરવા તથા મતદાન અંગે જાગૃતિ માટે રથને દોડતો કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ આગામી વિધાનસભા ચૂંટણીમાં વિવિપેટ મશીનનો પહેલી વખત ઉપયોગ થનાર હોય લોકોમાં જનજાગૃતિ લાવવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા એક ખાસ વાહન મારફતે શહેર જિલ્લામાં મતદાન નિર્દશન કરવાનું શરૂ કર્યું છે. આજે મોરબી સુપર માર્કેટ નજીક જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિપેટ નિર્દશન કરવામાં આવ્યું હતું. જેનો હજારો લોકોએ કુતૂહલવશ લાભ લઇ વિવિપેટ મશીન અંગેની જાણકારી મેળવી હતી.
આ તકે જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી આઈ.કે.પટેલે મતદાન નિર્દશન વાહન એટલે કે મતદાર જાગૃતિ માટેના રથને લીલીઝંડી આપી જિલ્લામાં રવાના કર્યો હતો. મતદાર જાગૃતિ માટેની આ ઝુંબેશના પ્રારંભે જિલ્લા ચૂંટણી આધિકારી આઈ.કે.પટેલ,નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ચૌધરી,અધિક કલેકટર જોશી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.

- text