મોરબીમાં આચાર સંહિતાની કડક અમલવારી : કુલ ૧૫૭૯ પોસ્ટર,બેનર,હોર્ડિંગ હટાવ્યા

- text


ચૂંટણીશાખા દ્વારા શહેરી ગ્રામ્ય વિસ્તારોમાં હોર્ડિંગ્સ બેનર દૂર કરવા આકરા કડક પગલાં

મોરબી : વિધાનસભા ચૂંટણી જાહેર થતા જ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરી અત્યાર સુધીમાં ૧૫૭૯ વાંધાજનક લખાણ, હોર્ડિંગ્સ,બેનર હટાવાયા છે
ચૂંટણીપંચની સૂચના મુજબ પોસ્ટર,બેનર,હોર્ડિંગ ભીત લખાણ દૂર કરવામાંની કાર્યવાહીમાં સરકારી અને ખાનગી મિલકત ઉપરના બિતચિત્રો,હોર્ડિંગ્સ,બેનર,ઝંડી,પતાકા સહિતની તમામ આઇટમો દૂર કરી દેવાયા છે.
નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ચૌધરીના જણાવ્યા મુજબ ચૂંટણીપંચની સૂચના મુજબ સરકારી મિલ્કતોમાં રાજકીય પક્ષો અને રાજ્ય સરકારની પ્રસિદ્ધિ કરતા લખાણો,હોર્ડિંગ,બેનરો ૨૪ કલાકમાં દૂર કરવાના નિયમ મુજબ અત્યાર સુધીમાં ૧૦૭ વોલ રાઇટિંગ ઉપર પિછડા ફેરવી દેવાયા છે, આ ઉપરાંત ૩૪૯પોસ્ટર,૨૮૯ બેનર,૬૩૨ ઝંડી પતાકા ઉપરાંત ફ્લેક્સ સહિત કુલ ૧૫૮૯ વાંધાજનક વસ્તુઓ હટાવવામાં આવી છે. વધુમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઉપરોક્ત વિગતે કાર્યવાહી થઈ છે અને હજુ પણ આ કાર્યવાહી ચાલુ રહેનાર હોવાનું તેમને અંતમાં જણાવ્યું હતું. આ ઉપરાંત ૨૫૦ જેટલા ભીત ઉપર લખવામાં આવેલ સૂત્રો હટાવવામાં આવ્યા હોવાનું તેમને જણાવાયું હતું.
ઉલ્લેખનીય છે કે આદર્શ આચારસંહિતાના અમલ માટે ચૂંટણીપંચ દ્વારા માર્ગદર્શિકા ઘડી કાઢવામાં આવી છે જે અંતર્ગત સરકારી મિલકતોમાંથી ૨૪ કલાક અને અન્ય જગ્યાઓ પરથી ૪૮ કલાકમાં વાંધાજનક અને સરકારની પ્રશસ્તિ કરતા લખાણો, હોર્ડિંગ, બેનર હટાવવા નિયમ છે જે મુજબ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ટીડીઓ અને શહેરી વિસ્તારોમાં નગરપાલિકાને જવાબદારી સોંપવામાં આવી છે.

- text

- text