હળવદ : ભાજપનો સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો

- text


આગામી વિધાનસભાની ચૂંટણીમાં ઠાકોર તેમજ દલવાડી સમાજ સાથે રહી ચૂંટણી લડશે તેવું આહવાન

હળવદ : હળવદ ધાગંધ્રા 64 વિધાનસભાની આગામી ચૂંટણી અનુસંધાને હળવદ ખાતે સમસ્ત ઠાકોર સમાજ તેમજ સમસ્ત દલવાડી સમાજે નક્કી કર્યું છે કે આગામી વિધાનસભામા બન્નેમાંથી જે પણ સમાજને ભાજપની ટીકીટ મળશે તો બન્ને સમાજ પરસ્પર સમર્થન આપશે.
અત્રે ઉલ્લેખનીય છેકે હળવદ ધાગંધ્રા 64 વિધાનસભા મતવિસ્તારમાં ઠાકોર સમાજના 65 હજાર તેમજ દલવાડી સમાજના 40 હજાર એમ કુલ 1 લાખ 5 હજાર મત આ બેઠક પર નિર્ણાયક રહેશે. હળવદ નગર પાલિકા પ્રમુખ રણછોડભાઈ દલવાડીએ દલવાડી સમાજ તરફથી તેમજ ઠાકોર સમાજમાં પપ્પુભાઈ ઉર્ફે છત્રસિંહ ઠાકોર એ ભાજપની ટીકીટ માટે દાવેદારી નોધાવી છે. આ કાર્યક્રમમાં બન્ને સમાજના આગેવાનો તથા ચારેય મંડળના કાર્યકર્તાઓ સાથે મળીને મંત્રી જયંતિભાઈ કવાડીયાની અધ્યક્ષતામાં બન્ને સમાજનાં 500 આગેવાનો સાથે બેઠકમાં ચર્ચા પરામર્શ કરવામાં આવી હતી.
રણછોડભાઈ દલવાડીએ જણાવ્યું હતું કે આ બન્ને સમાજમાંથી કોઈપણ સમાજને ભારતીય જનતા પાર્ટી ટીકીટ આપશે તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જંગી બહુમતી સાથે વિજય બનાવવા આહવાન કર્યું હતું.

- text

- text