મોરબીમાં રૂ.૫,૨૫,૩૦૦ની ડુપ્લીકેટ ચલણી નોટ સાથે ચાર ઝડપાયા

- text


રૂપિયા ૫૦૦ અને ૨૦૦૦ ના દરની બોગસ ચલણી નોટ બજાર માં ઘૂસે તે પૂર્વે જ મોરબી એલસીબી પોલીસનું ઓપરેશન

મોરબી:મોરબી પોલિસે રૂપિયા ૫,૨૫,૩૦૦ની જાલી નોટો સાથે એક કચ્છના અને ત્રણ મોરબીના શખ્સોને ઝડપી લેવામાં સફળતા મેળવી છે.
વિધાન સભા ચૂંટણી નજીક છે ત્યારે કમાઈ લેવાની લ્હાયમાં ધોખેબાજો મેદાને આવ્યા છે. મોરબી એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ આર.ટી.વ્યાસની ટીમે આજે ડુપ્લીકેટ ચલણી નોટોના લાખો રૂપિયાના જથ્થા સાથે ચાર શખ્સોની ધરપકડ કરી હતી. એલસીબીને મળેલ બાતમીને આધારે માળીયા ફાટક પાસેથી મોરબીના વાવડી ગાયત્રી નગરમાં રહેતા હર્ષદ રજનીકાંત દિવાણી, કચ્છના ભરાપર અબડાસાના ગોવિંદ હરજીભાઈ મહેશ્વરી, રિલીફ નગર મોરબીના મયુર હરીપ્રસાદ નિમાવત અને હળવદના જુના દેવળિયાના ઇમરાન કારીમભાઈ સંઘવાણી નામના ચાર શખ્સોને ઝડપી લીધા હતા.
આ ચારેય શખ્સો પાસે થી પોલીસે ભારતીય ચલણની ૨૦૦૦ ના દરની ૧૩૮, ૫૦૦ના દરની ૪૮૨ અને ૧૦૦ ના દરની ૮૩ માલી કુલ રૂપિયા ૫,૨૫,૩૦૦ની બોગસ ચલણી નોટ જપ્ત કરી હતી અને હજુ એક આરોપી ૧૦૦ ની નોટ સાથે ફરતો હોય એને પકડવો બાકી છે.

- text

પોલીસે ઝડપી લીધેલા ચાર શખ્સોમાંથી કચ્છનો ગોવિંદ મહેશ્વરી જે મુખ્ય સૂત્રધાર છે તે દસ નાપાસ છે. જયારે બાકીના આરોપીઓમાં હર્ષદ બી.કોમ. સુધી, મયુર એફ.વાય.બી.એ. સુધી અને ઇમરાન બી.એસસી. સુધી ભણેલા છે. આ ચારેય મિત્રો છે. અને સામાન્ય મધ્યમ પરિવારમાંથી આવે છે. કચ્છથી મહેશ્વરી આજે મોરબીના મિત્રોને આ ડુપ્લીકેટ નોટો આપવા આવ્યો હતો અને ચારેય મિત્રો પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. એલસીબી ઇન્ચાર્જ પીઆઈ આર.ટી.વ્યાસે મોરબી અપડેટને જણાવ્યું હતું કે આ લોકો કચ્છમાં કોમ્પ્યુટર અને કલર પ્રિન્ટર વડે ડુપ્લીકેટ નોટો બનાવતા હતા. ઝડપાયેલા શખ્સોએ અત્યાર સુધીમાં કેટલી ડુપ્લિકેટ નોટો બજારમાં ઘુસાડી છે ? કોને કોને આપી છે ? તે અંગે તપાસ ચાલી રહી છે.

- text