મોરબી : રિપેરીંગમાં આવેલી સ્કૂલ બસમાં આગ લાગી

- text


વાવડીરોડ પર ગેરેજમાં ઘટના બની

મોરબી : મોરબીના વાવડી રોડ પર આવેલા એક ગેરેજમાં રિપેરીંગમાં આવેલી સ્કૂલ બસમાં આગ લાગવાની ઘટના સર્જાઈ હતી.
બનાવ અંગે મળતી માહિતી મુજબ વવાડીરોડ પર ગેરેજમાં સ્કૂલની બસ રિપેરીંગમાં આવી હતી. જે બસના રીપેરીંગ કામ દરમ્યાન અચાનક જ સ્કૂલ બસમાં આગ લાગી હતી. અને થોડી જ વારમાં સમગ્ર બસ આગની ઝપટમાં આવી ગઈ હતી. બનાવ અંગે જાણ થતાં ફાયરબ્રિગેડનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પોહચી આગ પર કાબુ મેળવ્યો હતો.

- text

- text