વાંકાનેરમાં હવામાન વિભાગનું મશીન ચોરી જતા તસ્કરો

- text


વાંકાનેર:દિવાળી બાદ મોરબી જિલ્લામાં તસ્કરો બોણી કરવા રોજે રોજ ચોરીની ઘટનાને અંજન આપી રહ્યા છે ત્યારે ગઈકાલે વાંકાનેરમાં તસ્કરો હવામાન વિભાગનું આખેઆખું મશીન ચોરી જતા ફરિયાદ નોંધાઇ છે.

- text

જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ-વાંકાનેર હાઇવે પર આવેલી હવામાન વિભાગની કચેરીમાંથી અજાણ્યા તસ્કરો હવામાન વિભાગનું ઇન્સ્ટ્રુમેન્ટ ચોરી જતા આ મામલે હવામાન વિભાગના કર્મચારી રાજેશભાઇ બચુભાઇ હીરાણીએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વધુમાં તસ્કરો હવામાન કચેરીનું ઇન્સ્ટ્રુમેન્ટ,સીમકાર્ડ અને પેનડ્રાઇવ સહિત ૧૧૭૫૦ રૂપિયાની માલમતા લાઇ જતા આ મામલે ફરિયાદ નોંધી પીએસઆઇ ધાધલ તપાસ કરી રહ્યા છે.

- text