મોરબીમાં ફોર્ડ ફીગો અને ગણેશ ઓટો સામે ગ્રાહક સુરક્ષા મંડળમાં ફરિયાદ

- text


મોરબી : મોરબીમાં ફોર્ડ ફિગો કંપની અને આ કંપનીની એજન્સી ધરાવતા જય ગણેશ ઓટો સામે ગ્રાહક સુરક્ષા મંડળમાં ફરિયાદ થતા ચકચાર જાગી છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીમાં રહેતા નિલેશભાઈ સરાસવાડીયા નામના ગ્રાહકે ફોર્ડ ફિગો કંપનીની એસિપાયર મોડેલની ૬ એરબેગ વળી ગાડી ખરીદ કરી હતી અને જયગણેશ ઓટોના સંચાલકોએ આ ગાડીમાં અલગથી ચાર્જ વસુલ કરી સીટ કાવર નાખી આપી આપ્યા હતા પરંતુ જાગૃત ગ્રાહક એવા નિલેશભાઈને શંકા ગઈ હતી કે આ શીટ કવર નાખવાથી સેફટી માટે રહેલી એરબેગ ન ખુલે તો કારમાં બેઠેલા લોકોના અકસ્માત સમયે જીવ જઈ શકે જેથી તેઓએ આ મામલે કંપની અને કારડીલર જય ગણેશ ઓટો પાસે ખુલાસો માંગતા કંપની કે ડીલર ખુલાસો કરતા નથી.
આ સંજોગોમાં નિલેશભાઈ સરસવાડિયા દ્વારા મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના દ્વાર ખખડાવી કંપની અને ડીલર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેમના જેવા અનેક ગ્રાહકો વતી ન્યાય માંગ્યો છે.

- text

- text