વાંકાનેરની ગારીયા ગ્રામ પંચાયતમાં સરકારી નાણાંની ઉચાપતની ફરિયાદ

- text


મોરબી : વાંકાનેરના ગારીયા ગ્રામ પંચાયતના સરપંચ,તલાટી દ્વારા સ્વ ભંડોળના નાણાંની ઉચાપત કરવામાં આવતા આ મામલે જિલ્લા વિકાસ અધિકારીને જાગૃત નાગરિકે ફરિયાદ કરતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

જાણવા મળ્યા મુજબ ગારીયા ગ્રામ પંચાયતના તલાટી અને સરપંચ દ્વારા પાણીની મોટર રીપેરીંગ કરવા તેમજ અન્ય ખર્ચના ખોટા બિલ બનાવી નાણાકીય ઉચાપત કરવામાં આવતા જાગૃત નાગરિક અર્જુનસિંહ વાળાએ તપાસની માંગ કરી ફોજદારી ફરિયાદ દાખલ કરવા પુરાવા સહિત લેખિત આપતા આ મામલે તપાસ શરૂ થઈ છે. વધુમાં જાગૃત નાગરિકની ફરિયાદના પગલે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સર્કલ ઇન્સ્પેકટર મારફત તપાસ શરૂ કરતાં ખળભળાટ મચી ગયો છે.

- text

- text