મોરબી એસટીને દિવાળીના તહેવાર ફળ્યા : ચાલુ મહિનામાં ૮૩.૩૧ લાખની અધધ..આવક

- text


જોરદાર આવકને પગલે મોરબી ડેપો રાજ્યભરમાં ચાર વખત ટોપટેનમાં આવ્યો

મોરબી : મોરબી એસટી વિભાગને દિવાળીના તહેવાર ફળ્યા છે. દિવાળીમાં મુસાફરોના ભારે ધસરને કારણે મોરબી ડેપોને ચાલુ માસે ૨૩ દિવસમાં ૮૩.૩૧ લાખ રૂપિયાની અધધ આવક થવા પામી છે.
મોરબી એસટી ડેપોના સતાવાર સૂત્રોના જણાવ્યા મુજબ દિવાળીના તહેવારોમાં મોરબીથી બહારગામ જવા માટે લોકોનો ભારે ધસારો રહ્યો હતો અને તારીખ ૧૬થી શરૂ થયેલો ટ્રાફિક દિવાળી આવતા-આવતા ખૂબ જ વધવા પામ્યો હતો અને દિવાળી,બેસતું વરસ અને ભાઈ બીજના તહેવારોમાં તો તમામ બસોમાં ચીકાર ગિરદી વચ્ચે તમામ બસો ફૂલ થઈ હતી.
હાલ મોરબી એસટી ડિવિઝનની ૫૭ બસો ચાલે છે જેમાં ખાસ કરીને મોરબીમાં દાહોદ પંથકના શ્રમિકો મોટી સંખુઅમ દિવાળીના તહેવારમાં વતન માં જતા હોય એસટી તંત્ર દ્વારા ટ્રાફિકને પહોંચી વળવા વધારાની ૧૦ બસ દોડાવી પડી હતી અને આ વધારાની બસ દોડાવતા એસટી વિભાગને વધારાની બે લાખની આવક થવા પામી હતી.
એકંદરે દિવાળીના તહેવારમાં મુસાફરોના ભારે ધસારાને કારણે મોરબી ડેપોને ૮૩.૩૧ લાખ રૂપિયાની આવક થવા પામી હતી,ઉલ્લેખનીય છે કે ગત મહિને તા.૨૩ સુધીમાં એસટી ડેપોને ૭૭.૧૭ લાખની આવક થઈ હતી જ્યારે ચાલુ માસે ૨૩ દિવસમાં જ આવકનો આંકડો ૮૩ લાખને પાર કરી ગયો છે અને અધધ આવકને કારણે મોરબી ડેપો ચાર વખત સમગ્ર રાજ્યમાં ટોપટેનમાં સમાવેશ થયો હતો.

- text

- text