વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર : મોરબી જિલ્લાની ત્રણ સીટોની 9 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે

- text


ગુજરાતમાં બે તબક્કામાં યોજાશે મતદાન : 89 સીટ પર પહેલા તબક્કામાં 9 ડિસેમ્બર શનિવાર અને 93 સીટ પર બીજાના તબક્કામાં 14 ડીસેમ્બર ગુરુવારે મતદાન થશે :18 ડીસેમ્બર હિમાચલ પ્રદેશ સાથે જ પરિણામ : આજથી આચારસંહિતા લાગુ : મોરબી જિલ્લાની ત્રણ સીટોની 9 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે

ચૂંટણીની તારીખો જાહેર થતા જ મોરબી જિલ્લા કલેક્ટરે સાંજે 4 વાગ્યે ચૂંટણીના અનુસંધાને પ્રેસ કોન્ફ્રન્સ બોલાવી

ગુજરાત વિધાનસભા ચૂંટણીની હાઈલાઈટ
– 22 જાન્યુઆરીએ ગુજરાત વિધાનસભાની અવધિ પુર્ણ
– 182 સીટ છે
– 4.33 કરોડ મતદારો
– 99% ફોટૉ ઓળખપત્ર
– સ્થાનિક લેંગવેજમાં પણ સાહિત્ય
– 50,128 પોલિંગ સ્ટેશન
– તમામને વોટર સ્લીપ અપાશે
– દિવ્યાંગો માટે ખાસ વ્યવસ્થા
– સૌપ્રથમ વખત VVPATનો ઉપયોગ
– દરેક ઉમેદવારે એફિડેવિટ ફાઇલ કરવી પડશે
– તમામ કોલમ ભરવી પડશે
– નોટિસ બાદ જો કોલમ રહે તો રીજેક્ટ થશે
– આચારસંહિતાનો અમલ તાત્કાલિક અસરથી શરૂ
– 102 બુથ પર સંપૂર્ણપણે મહિલાઓ ફરજ બજાવશે
– મતદાન મથકો પર સીસીટીવી અને ડિજિટલ કેમેરાની મદદ લેવાશે
– મતદાર કોને વોટ આપ્યો એ જોઇ શકશે
– સંવેદનશીલ મથકોમાં સીઆરપીએફ ફોર્સ મુકાશે
– ઉમેદવારોની ખર્ચ મર્યાદા 28 લાખ
– ચૂંટણી ખર્ચ માટે અલગ ખાતા રહેશે
– ગુજરાતીમાં પણ માર્ગદર્શિકા અપાશે
– ચૂંટણી ખર્ચ માટે ખાસ બેંક ખાતાઓ રહેશે
– 10.46 લાખ નવા મતદાતા ઉમેરાયા, ચૂંટણીમાં ઉપયોગમાં લેવાતા તમામ વાહનોમાં GPS લગાવાશે
– ખર્ચનો હિસાબ ઉમેદવારોએ 30 દિવસમાં આપવાનો રહેશે, પેઈડ ન્યૂઝના મુદ્દે EC કડક વલણ અપનાવશે
– બલ્ક SMS & જાહેરાત માટે ECની મંજૂરી લેવી પડશે, ઉમેદવારોના ખર્ચ માહિતી ECની વેબ સાઈટ પર મુકાશે.

- text

ચૂંટણીની વધુ વિગતોમાટે અહીં ક્લીક કરો..PN80_25102017

 

- text