મોરબીમાં રાજ્યકક્ષાની વેઇટ લીફટિંગ સ્પર્ધાનો પ્રારંભ

- text


આજની મહિલાની સપર્ધામાં રાજ્યભરમાંથી ૪૦ મહિલાઓએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કર્યું

મોરબી : મોરબીની નાલંદા વિદ્યાલય ખાતે ખેલમહાકુંભ-૨૦૧૭ અંતર્ગત રાજ્યકક્ષાની ચાર દિવસીય વેઇટ લીફટિંગ સ્પર્ધાનો પ્રારંભ થયો છે જેમાં પ્રથમ દિવસે ૪૦ બહેનોએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કર્યું હતું.
રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભ-૨૦૧૭ અંતર્ગત રાજ્યકક્ષાની વેઇટ લીફટિંગ સ્પર્ધાનું તા.૨૪ થી ૨૭ દરમિયાન મોરબીના વિરપર સ્થિત નાલંદા વિદ્યાલય ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં પ્રથમ દિવસે રાજ્યના જુદા-જુદા જીલ્લામાંથી આવેલ ૪૦ બહેનોએ પર્ફોમન્સ આપ્યું હતું.
જિલ્લા રમત ગમત અધિકારી કચેરી મોરબીના યજમાનપદે યોજાયેલ આ સ્પર્ધાના પ્રથમ દિવસે મોરબી,સુરત,મહેસાણા,નવસારી,જૂનાગઢ,જામનગર સહિતના જિલમતજી આવેલી ૪૦ બહેનોએ પ્રથમ તબક્કામાં વેઇટ લીફટિંગ કર્યું હોવાનુ જિલ્લા રમત ગમત અધિકારી સત્યજિત વ્યાસે જણાવ્યું હતું.
વધુમાં આ સ્પર્ધામાં અંડર-૧૭ ને ઓપન કેટેગરી એમ બે વિભાગોમાં સ્પર્ધા યોજાઈ હતી જેમાં બહેનોએ જોરદાર દેખાવ કર્યો હતો અને જુદા-જુદા ક્રમ મેળવી બહેનોએ ગોલ્ડ,સિલ્વર મેડલ મેળવ્યા હતા. આવતીકાલે બન્ને કેટેગરીમાં ભાઈઓ માટે સ્પર્ધા યીજાશે જ્યારે તા.૨૬ ના ૨૭ ના રોજ ઓપન એઇજ ભાઈઓ માટે સ્પર્ધા યોજાનાર હોવાનું જિલ્લા રમત ગમત અધિકારી વ્યાસે અંતમાં જણાવ્યું હતું.

- text

- text