માહિતી નહિ આપનાર મોરબી નાયબ કલેકટરને દંડ ફાટકારતું આયોગ

- text


નાયબ કલેકટર ચૌધરીને ટંકારા-મોરબી આરટીઆઈ અંતર્ગત વિગતો નહિ આપવાનું ભારે પડ્યું

મોરબી:મોરબી અને ટંકારામાં થયેલા જમીન કૌભાંડ મામલે માહિતી અધિકારના કાયદા હેઠળ વિગતો માગનાર અરજદારને વિગતો નહિ આપી બાદમાં અપીલ કેસમાં માહિતી આયોગ સમક્ષ વારંવારના હુકમો છતાં હાજર નહીં રહેનાર મોરબીના નાયબ કલેકટરને દંડ ફટકારવામાં આવતા સનસનાટી મચી ગઇ છે.

જાણવા મળ્યા મુજબ રાજકોટના ધરમનગર વિસ્તારમાં રહેતા અને ટંકારામાં ખેતીકામ કરતા ભરતભાઈ સોલંકીએ ટંકારા-મોરબી વિસ્તારમાં જમીન કૌભાંડોની વિગતો માહિતી અધિકાર હેઠળ માગી હતી.

- text

આ જમીન કૌભાંડ અંગેની વિગતો આપવાને બદલે સંબંધિત પ્રકરણોમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાનો જવાબ આપી દેવામાં આવતા જેની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેની વિગતો જાહેર કરવા જણાવ્યું હતું.પરંતુ આ વિગતો આપવામાં નહિ આવતા અરજદારે માહિતી આયોગમાં ફરિયાદ કરી હતી જેના કારણે મોરબીના નાયબ કલેકટર એન.એફ.ચૌધરીને આ મુદે સ્પષ્ટતા કરવા આયોગ સમક્ષ હાજર થવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

માહિતી આયોગના ત્રણ-ત્રણ વખતના સરકારી આદેશ પછી પણ તેઓ આયોગ સમક્ષ હાજર નહિ થતા માહિતી આયોગે રૂ.૫ હજારનો દંડ ફટકાયો હતો. મોરબીના નાયબ કલેકટર એન.એફ.ચૌધરીને તેમના સ્વભંડોળમાંથી અથવા પગારમાંથી દંડની રકમ કપાત કરીને ૧૫ દિવસમાં જમા કરવા હુકમ કરાયો હતો.

- text