હળવદના દેવપુર માંથી ગેરકાયદે બંદુક સાથે એક ઝડપાયો

- text


મોરબી : એસ.ઓ.જી.પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.સાટી તથા મોરબી એસ.ઓ.જી.સ્ટાફ હળવદ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે હળવદ તાલુકાના દેવપુર ગામ કેવલ સાહેબના મંદિર સામે જેમાભાઇ ઉર્ફે હેમુભાઈ મોહનભાઇ દેકાવડિયા દેશી બનાવટની મજલ લોડ સિંગલ બેરલ બંદુક કીમત રૂ.૫૦૦૦ની સાથે રાખી લાયસન્સ રીન્યુ નહિ કરાવી લઇ નીકળતા મળી આવતા પરવાના લાયસન્સની શરતોનો ભંગ કરતા આર્મ્સ એક્ટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હળવદ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવેલ છે.

- text

 

 

 

- text