મોરબી જિલ્લા ક્રાઇમ અપડેટ (22-10-17)

- text


(1)વાંકાનેરના અણીટીંબા ગામે મારમારી : સામસામી ફરિયાદ નોંધાઈ

વાંકાનેરના અણીટીંબા ગામે રહેતા હુશેનભાઈ અબ્રાહમભાઈ ચારોલીયાએ ફરિયાદ નોંધવી છે કે જેનલભાઈ સાજીભાઈ ચારોલીયાને આગાઉ જમીનના સોઠા બાબતે તકરાર હોય જેમાં બોલાચાલી થતા જેનલભાઈએ છુટા હાથે મારામારી કર્યાની ફરિયાદ નોંધવી છે તો સામાપક્ષે પણ જેનલભાઈએ હુસેનભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી નોજલની નળી વડે માર માર્યાની ફરિયાદ નોધાવી છે.આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે બંનેપક્ષોની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(2)મોરબીના કાલિકાપ્લોટમાં અમદાવાદ રહેતા યુવાન પર હુમલો
મોરબીના કાલિકા પ્લોટમાં અમદાવાદથી આવેલા યુવાન પર હુમલો કરી માર માર્યાની ફરિયાદ નોંધાઈ છે. જેમાં અમદાવાદ શ્યામલ પાર્ક નીકોલ રોડ નરોડામાં રહેતા દક્ષેસભાઇ રમેશભાઇ ચૌહાણ જાતે ઓળ ઉ.વ.૨૩એ રાહુલભાઇ અશ્વીનભાઇ તથા રાહુલ ના માતા ભારતીબેન રહે.બન્ને કાલીકા પ્લોટ વિરુદ્ધ ફરિયાદ કરી હતી કે રાહુલ અશ્વિનભાઈને અમદાવાદ રહેતા દક્ષેશ રમેશભાઈ ચૌહાણની મંગેતર સાથે આગાઉ પ્રેમ સંબંધ હોય જેનો ખાર રાખીને રાહુલ અને તેની માતાએ ઢીકાપાટું નો મારમારી ધારિયાના પાછળના ભાગથી મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

- text

(3) લખધીરપુર રોડ પર કારમાં દારૂની બોટલ સાથે બે ઝડપાયા
મોરબી તાલુકા પોલીસે લખધીરપુર રોડ ઉપર આવેલ જોનસન સીરામીક પાસે પસાર થતી આઇ-૧૦ કાર નંબર જી.જે.-૩૬-બી-૫૨૯૫ની તલાસી લેતા કારમાં સવાર (૧) દીલીપભાઇ અમરશીભાઇ હુલાણી ઉ.વ.૩૨ રહે.ચીત્રકુટ સોસાયટી શેરી નં.૩ રવાપર ગામ ધુનડા રોડ તા.જી.મોરબી મુળ રહે. માનગઢ ગામ તા.હળવદ જી.મોરબી (૨) નીતીનભાઇ ટુનટુનભાઇ મીશ્રા જાતે પંડીત ઉ.વ.૨૮ રહે.યોગીનગર મંદીર પાસે તા.જી.મોરબી મુળ રહે. અખાઇમીયા તા.ચકરા જી.સીવાન (બીહાર) ઈગ્લીશદારૂ ની બોટલ નંગ-૧ કિ.રૂ.૩૦૦/- સાથે મળી આવતા પોલીસે દારૂ અને કાર મળી કુલ કિ.રૂ.૨,૦૦,૩૦૦/- ના મુદામાલ જપ્ત કરી પ્રોહિબિશનના ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

- text