નશીતપર ગામે તા.25મીએ ગાયોના લાભાર્થે ભવ્ય નાટકનું આયોજન

- text


ટંકારા તાલુકાના નશીતપર ગામે “શ્રી મારૂતી ગૌ સેવા યુવક મંડળ ” દ્વારા તા.૨૫/૧૦/૨૦૧૭ ના લાભ પાચમની શુભ રાત્રીના ૯ કલાકના રોજ ગાયોના લાભાર્થે નશીતપર ગામ મુકામે ભવ્ય નાટકનું આયોજન કરેલ છે જેમા મહાન અૈતિહાસિક નાટક ” સતી રાણકદેવી રા’ ખેંગાર” નાટક તેમજ સાથે પેટ પકડી હસાવતું કોમિક ” નભલો-પભલો ” રજુ કરવામાં આવશે.
આ મંડળ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી ગાયોના લાભાર્થે નાટકનું અાયોજન કરવામાં આવે છે. ગામની ગૌશાળામા આશરે ૫૫ જેટલી ગાયોના નિભાવ થઈ રહ્યો છે સાથે ગૌશાળાના લાભાર્થે “ઢોલ ત્રાસા મંડળ” પણ ચલાવવામાં આવે છે. આ ગૌશાળામાં ગૌમાતાની સમાધિ આપીને ગૌ મંદિર પણ બનાવવામાં આવ્યું છે.
તો સર્વે ધર્મપ્રેમી તથા ગૌ પ્રેમી જનતાને “શ્રી મારૂતી ગૌ સેવા યુવક મંડળ” તથા સમસ્ત નશીતપર ગામ દ્વારા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે.

- text

- text