મોરબીથી વીરપુરની પદયાત્રાનું પ્રસ્થાન : ૧૦ મુસ્લીમ સહીત ૧૦૦ લોકો યાત્રામાં જોડાયા

- text


મોરબી : મોરબી જલારામ મંદીર આયોજીત મોરબીથી વીરપુરની સર્વજ્ઞાતિય પદયાત્રાનો સંઘ જલારામ મંદીર મોરબી ખાતેથી આજે રવાના થયો હતો. જેમા ૧૦ મુસ્લીમ , પાટીદાર, હરીજન સહીત સર્વજ્ઞાતિના ૧૦૦ લોકો જોડાયા હતા.

- text

આ પદયાત્રાના પ્રસ્થાન સમારોહમા ગીરીશભાઈ ઘેલાણી, રાજુભાઈ ગીરનારી, રમણીકલાલ ચંડીભમર, કાજલબેન ચંડીભમર, હરીશભાઈ રાજા, ચંદ્રવદનભાઈ પુજારા, જીતુ કોટક, નરેન્દ્રભાઈ રાચ્છ, વિપુલ પંડીત, મનોજ ચંદારાણા, દીનેશભાઈ સેતા, ભાવીન ઘેલાણી, ચિરાગ રાચ્છ, વિવેક મીરાણી, અનીલભાઈ સોમૈયા, નરેન્દ્રભાઈ પોપટ સહીતના લોહાણા સમાજના આગેવાનો જોડાયા હતા. તેમજ આગેવાન મનોજભાઈ પનારા, વિજયભાઈ સરડવા, પ્રભુભાઈ ભુત સહીતના પાટીદાર આગેવાનો, હનીફ ભાઈ પાયક, મુનીરભાઈ વાલેરા સહીતના મુસ્લીમ સમાજના આગેવાનો પણ હાજર રહ્યા હતા.
પદયાત્રા અંગે જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડએ જણાવ્યું હતું કે પદયાત્રામાં સર્વ જ્ઞાતિના લોકો જોડાયા છે. જેમાં 10 મુસ્લિમ લોકોનો પણ સમાવેશ થાય છે.
આ પડયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે. જેમાં યાત્રાના પ્રસ્થાન બાદ મોરબી માર્કેટીંગ યાર્ડ ખાતે સતવારા સમાજના આગેવાન અને ખોડીયાર મિત્ર મંડળના પ્રમુખ ઘનશ્યામભાઈ પરમાર દ્વારા તેમજ બાયપાસ ખાતે પોપટ પરિવાર તરફથી ઠંડીપીણાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે લજાઈ મુકામે રઘુવંશી યુવક મંડળ દ્વારા આઈસ ક્રીમ, ટંકારા મુકામે હનુમાન મંદીર ખાતે રાત્રી ભોજન, હરબટીયા જલારામ મંદીર ખાતે ચા પાણી નાસ્તાની વ્યવસ્થા યોજવા મા આવશે.
રતનપર રામજી મંદીર ખાતે બપોરે પ્રસાદ તેમજ રોકાણ, ત્યાર બાદ ગૌરીદળ ખેતલાઆપા ટી સ્ટોલ દ્વારા ચા પાણીની વ્યવસ્થા, રાજકોટ મુકામે કચ્છી લોહાણા સમાજ તથા ભરતભાઈ જલીયાણ પરીવાર તરફ થી રહેવા જમવાની વ્યવસ્થા યોજાશે. રીબડા મુકામે જગતસિંહજી બાપુની વાડીએ રહેવા જમવાની વ્યવસ્થા, ગોંડલ મુકામે લોહાણા મહાજન દ્વારા રહેવા જમવા ની વ્યવસ્થા યોજાશે. તેમજ ચોરડી મુકામે ચા પાણી નાસ્તાની વ્યવસ્થા યોજાશે.
પદયાત્રીકોનો સંઘ તા.૨૪-૧૦-૨૦૧૭ના રોજ વીરપુર પહોંચી પૂજ્ય જલારામ બાપાના ચરણોમા વંદન કરી મોરબી પરત ફરશે.

- text