હળવદ નજીક માર્ગ-અકસ્માતમાં કચ્છના પોલીસ કર્મીનું મોત

- text


હળવદ:ગઈકાલે હળવદના કોયબા નજીક બોલેરો અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા કચ્છ પોલીસમાં ફરજ બજાવતા મેહુલસિંહ બળવંતસિંહ ઝાલાનું કમકમાટી ભર્યું મૃત્યુ નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે.

- text

જાણવા મળ્યા મુજબ હળવદના કોયાબા નજીક ગઈકાલે સાંજે બોલેરો અને બાઈક વચ્ચે જોરદાર અકસ્માત થતા હળવદના ઢવાણાના રહેવાસી અને કચ્છમાં ફરજ બજાવતા મેહુલસિંહ બળવંતસિંહ ઝાલા,ઉ.૨૭ ને ગંભીર ઈજાઓ પહોચતા બોલેરો ચાલકે તેમને હોસ્પિટલ ખસેડવા તજવીજ કરી હતી પરંતુ મેહુલસિંહને સારવાર મળે તે પહેલા જ તેનું મૃત્યુ નીપજ્યું હતું.

દિવાળીના પર્વ પર જ પોલીસ કર્મીનું મૃત્યુ નીપજતા પરિવારજનો અને પોલીસ બેડામાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ છે.આ અંગે વધુ તપાસ હળવદ પોલીસ મથકના મનુભાઈ ડાંગર ચલાવી રહ્યા છે.

- text