મોરબીના રંગપરના ખેડૂતે ઉગાડ્યું ડ્રેગન ફ્રૂટ 

- text


સીરામીક પ્રદુષણને કારણે પોતાની વારસાઈ જમીન વેચી હળવદ પંથકમાં શરૂ કરી નવીનતમ ફળની ખેતી

મોરબી:મોરબી ના બેલા ગામ ના યુવાને ખેડુતે ડ્રેગન નામના અનોખા ફળની ખેતી કરી અનેક અસાધ્ય રોગો નો ઈલાજ કરતુ વિચીત્ર ફળ ઉગાડ્યા છે.
રાજ્ય સરકાર ત્થા અનેક સંસ્થાઓ ખેડુતો ને ધ્યાને લઈ ખેતી નો વિકાસ થાય તે માટે જુદી જુદી રીત ની પ્રવૃત્તિઓ કરતી રહે છે જેમાં મોરબી પાસે આવેલ રંગપર નજીકના બેલા ગામના રાજેશ રામજીભાઈ ચાપાણી નામના યુવાન ખેડૂતે ડ્રેગન નામના અનોખા ફળ ની ખેતી કરવા નો શોખ જાગ્યો હતો આ શોખ તેને આ ફળથી થતા ફાયદાઓ જાણ્યા બાદ ચરમસીમા એ પહોંચી ગયો હતો અને ભારે મહેનતના અંતે હાલમાં ડ્રેગન ફ્રુટની ખેતી સફળતા પૂર્વક કરી બતાવી છે.

રંગપર બેલા ગામના યુવા ખેડુત ના જણાવ્યા અનુસાર આ ડ્રેગન નામના ફળની ખેતી માટે તે છેલ્લા પાંચ વર્ષથી પ્રયત્ન કરી રહ્યા હતા પરંતુ તેમા નિષ્ફળતા મળતા રાજેશભાઈએ તેના જમીનના નમુના લઈ આ ડ્રેગન નામના ફળ ની ખેતી માટે લાયક બનાવા ચકાસણી કરતા આજુબાજુ ના સિરામીક પ્રદુષણ ના હીસાબે તેને પ્રથમ તબક્કે નિરાશા સાપડી હતી.
જો કે જરા પણ નિરાશા વગર રાજેશભાઈ ચાપાણીએ આ જમીન વેંચવાનુ નક્કી કર્યુ અને ડ્રેગન નામના ફળ ની કોઈ પણ ભોગે ખેતી કરવા માટે સંકલ્પ કર્યો જેમા તેણા રંગપર બેલા પાસે ની જમીન વેચી હળવદ તાલુકા ના ચરાડવા ગામ નજીક ચુંપણી ગામ પાસે જમીન લીધી હાલમાં ત્યા આ ડ્રેગન નામના ફળની ખેતી કરવાનુ શરૂ કર્યુ છે,જેમા યુવા ખેડુત રાજેશભાઈ ચાપાણીએ પ્રથમ તબક્કા મા ૨૦૦ રોપાનુ વાવેતર કર્યુ જેમા એક રોપાનો ભાવ ૧૩૦૦ રૂપીયા છે.અને ઓણ સાલ ડ્રેગન ફળનો સારો પાક પણ લીધો છે.

- text

વધુમા આ ડ્રેગન નામના ફળની ખેતી કરનારા રાજેશભાઈ મોરબી જિલ્લાના પ્રથમ ખેડૂત છે. તેઓએ વધુમાં જણાવ્યુ હતુ આ ડ્રેગન નામનુ ફળ આરોગ્યની દ્રષ્ટી એ કેન્સર,સ્વાઈન ફ્લુ,કૉલેસ્ટોરેલ,એઈડ્સ, ડેન્ગ્યુ,બ્લડસુગર લેવલ,વેઈટલૉસ,રક્તકણો -શ્વેતકણો ની માત્રા જાળવવા જેવા અનેક અસાધ્ય રોગો મા કારગર સાબીત થયુ છે.

આ ડ્રેગન ફળ ની ઉપજ શ્રાવણ માસથી દિવાળી સુધીમાં થાય છે અને બજારમા જોવા મળે છે જો કે હાલમા આ ફળ કચ્છ જીલ્લા ના ખેડુતો વાવતા હોય મોરબી જીલ્લા મા એક કીગ્રા ના રૂપીયા ૨૫૦ થી ૩૦૦ અને એક પીસના અને  રૂપીયા ૧૦૦ થી ૧૨૦ સુધી લે છે. જો કે આવતી સીઝનમા મોરબી જિલ્લામા ડ્રેગન ફ્રૂટનું પુષ્કળ વાવેતર થનાર હોય આ ફળ સસ્તા થશે અન્ય ખેડૂતો પણ રાજેશભાઈની નવતર ખેતીની પ્રેરણા લઈ આ અનોખા ડ્રેગન ફળ ની ખેતી કરશે તેવુ અંતમાં તેમણે જણાવ્યુ હતુ.

- text