વાંકાનેરના વરડૂસરની વિદ્યાર્થીની ખેલ મહાકુંભમાં રાજ્યકક્ષાએ ઝળકી

- text


યોગાસનમાં હવે રાષ્ટ્રીય કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે

વાંકાનેર : ખેલ મહાકુંભ ૨૦૧૭ રાજ્યકક્ષાની સ્પર્ધામાં વાંકાનેરના વરડૂસરની વિદ્યાર્થીની યોગાસનમાં સમગ્ર રાજ્યમાં ચોથા ક્રમે આવી વાંકાનેર તાલુકાનું નામ રોશન કર્યું છે.
ખેલ મહાકુંભ ૨૦૧૭ માં યોગાસન માં રાજ્ય લેવલે વાંકાનેર તાલુકાના શ્રી વરડુસર પ્રાથમિક શાળા ની વિદ્યાર્થીની સેટાણીયા માનસી શૈલેષભાઈ ચોથા ક્રમાંક મેળવી મોરબી જીલ્લાનું તેમજ તેમના પરીવાર નું નામ રોશન કર્યું છે. આ સિદ્ધિ બદલ હવે સરકારી શાળાની વિદ્યાર્થીની માનસી સેટણીયા નેશનલ લેવલે પ્રતિનિધિત્વ કરશે. યોગસનમાં વિજેતા થવા બદલ તેમના કૉચ અજીતભાઇ સોનારા તેમજ શાળા પરીવાર તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

- text

- text