મોરબીમાં યમરાજાનો પડાવ: 24 કલાકમાં છના મોત

- text


મોરબી:મોરબીમાં ગઈકાલે યમરાજે પડાવ નાખ્યો હોય એમ સવારથી સાંજ સુધીમાં અલગ અલગ બનાવોમાં કુલ છ વ્યક્તિના અકાળે મૃત્યુ નિપજ્યા હતા.
જાણવા મળતી વિગતો મુજબ મોરબીના જુના ઘુટુ રોડ ઉપર આવેલ મેગા વિટરીફાઈડ નામની સિરામિક ફેકટરીમાં કામ કરતા મહેશભાઇ લક્ષ્મણભાઇ ડામોર ઉ.૨૦ મુળ ચડીયાલા જી.ડુંગરપુર ગામના શ્રમિક યુવાનનું કોલગેસ લિફ્ટમાં ઓઇલ કરતી વેળાએ પડી જતા મોટ નીપજ્યું હતું.
બીજા બનાવમાં મોરબીના લાલપર નજીકની એટલાસ ઇન્ડ. માં રહીને મજુરી કામ કરતા રાજુ નાનુસિંગ સૂર્યવંશી ઉ.૩૭ વાળાંનું અકસ્માતે મોત થયુ હતું.
ત્રીજા બનાવમાં વિમલબેન પૃવિણભાઇ કાવર ઉ.૪૦ રહે.રંગપર(બેલા) પોતાના ધરે હતા ત્યારે હાથમાં ઇલે.શોટઁ લાગતા મોત નિપજ્યુ હતું

- text

આ ઉપરાંત ચોથા બનાવમાં મકનસર પાસે બોલેરો ચાલકે અજાણ્યા પુરુષ ને હઽફેટે લેતા મોત નિપજ્યુ હોવાનું પોલીસ દફતરે નોંધાયું છે.
પાંચમા બનાવમાં દેવજીભાઇ હરખાભાઇ દેહગામાઉ.૨૫,રહે.બગસરા તા:મોરબી રાજદિપ સોલ્ટ ,બગસરા ખાતે ટ્રેકટર પર બેઠા હતા ત્યારે આેચીંતા ટ્રેકટર પલ્ટી મારી જતાં ગટર ના નાલા માં પઽતા મોત નિપજ્યુ હતું.
આ ઉપરાંત ગત સાંજે મોરબીના પંચાસર રોડ ઉપર કુુુણાલ દિપકભાઇ કેલા ઉ.૧૯ વાળા ખુટિયા સાથે અથડાતા મોત નિપજ્યુ હતું.
આમ, મોરબી શહેર જિલ્લામાં જાણે યમરાજે પડાવ નાખ્યો હોય તેમ અકસ્માતે મૃત્યુ થવાના કિસ્સામાં કુલ છ વ્યક્તિના મોત નિપજ્યા હતા.

- text