જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિવિધ પ્રશ્ને ગરમા-ગરમી

- text


કારોબારી સમિતિમાંથી રાજીનામુ ધરી દેનાર મહિલા સદસ્યનો યુ-ટર્ન : રાજીનામુ પાછું ખેંચ્યું

મોરબી : આજે મળેલી મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં સભ્યોએ સાવલોની જડી વરસાવી સીસી ટીબી કેમેરા,બાંકડા અને ગેસ્ટહાઉસ પ્રહને તડાપીટ બોલાવી ખેડૂતોને પાક નુક્શાનીના નાણાં તાકીદે ચુકવવામાં માંગણી ઉઠાવી હતી.

- text

આજરોજ મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભા માલી હતી આ સામાન્ય સભામાં અમુભાઈ હૂંબલ, મુકેશ ગામી, નિર્મલાબેન ભીખુભાઇ, પીંકુબેન રાજેશભાઇ સહિતના સભ્યોએ પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો જેના જવાબ આપવામાં જિલ્લા પંચાયતના અધિકારીઓ ને પરસેવા છૂટી ગયા હતા, સામાન્ય સભામાં મુખ્યત્વે બાંકડા મુકવાના બંધ કરાતા સભ્યોએ અન્ય જિલ્લામાં બાંકડા મુકાતા હોય તો મોરબીમાં શા માટે નહીં તેવો વેધક સવાલ ઉઠાવ્યો હતો.
આ ઉપરાંત મોરબી જિલ્લા પંચાયતના સદસ્યો માટે ગેસ્ટ હાઉસની જૂની માંગણી પ્રત્યે કોઈ કામગીરી થઈ ન હોય સવાલ ઉઠાવ્યા હતા અગાઉ આ મામલે આઠ દિવસમાં ગેસ્ટહાઉસનો પ્રશ્ન ઉકેલવા ખાતરી આપવામાં આવી હતી પરંતુ હજુ સુધી ગેસ્ટ હાઉસના ઠેકાણા ન હોય અધિકારીઓ ભીંસમાં મુકાયા હતા.
દરમિયાન કારોબારી સમિતિમાંથી રાજીનામુ ધરી દેનાર સરોજબેન વિડજાએ આજે યુ ટર્ન મારી રાજીનામુ પરત ખેચવા અરજી કરી હતી એ મામલે જિલ્લા વિકાસ અધિકારીએ નિયમો ની જોગવાઈ મુજબ કાર્યવાહી કરવા ખાતરી આપી હતી.
એકંદરે સામાન્ય સભા શાંતિ પૂર્ણ રહી હતી છતાં સભ્યો ખેડૂતોને અતિવૃષ્ટિથી થયેલ પાક નુકશાન અને શાળાઓમાં પૂર્વ મંજૂરી વગર ફિટ કરાયેલા સીસી ટીવી કેમેરા મુદ્દે તડાપીટ બોલાવી હતી. આજ ની સભામાં ૨૨ પૈકી ૧૮ સભ્યો હાજર રહ્યા હતા.

- text