કોંગ્રેસ પાસે નિતિ, નેતા અને સારી નિયત કે નિષ્‍ઠા નથી : રાઘવજીભાઈ ગડારા

- text


મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાએ કોંગ્રેસ પર આકરા વ્યંગબાણ છોડ્યા

મોરબી : વિધાનસભા ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાતમાં વેરવિખેર થયેલી કોંગ્રેસ પાસે નીતિ,નેતા,નિયતિ કે નિષ્ઠા ન હોવાનું જણાવી મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરી કોંગ્રેસને ઓળખી ગયેલા દિગગજ નેતાઓ કોંગ્રેને રામ-રામ કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું.

આગામી વિધાનસભાની ચુંટણી માટે કોગ્રેસ પાર્ટી પોતાની ચુંટણીલક્ષી રણનિતિ ઘડવામાં જોતરાઈ છે અને પોતાનો લક્ષ્‍ય પાર પાડવા શામ દામ-દામ-દંડ-ભેદની નિતિઓ અપનાવવા સાથે દિવસ-રાત એક કરી ચુંટણીની ચોપાટના સોગઠા કોંગ્રેસ પાર્ટી ગોઠવી રહી છે અને આ વખતની ચુંટણીમાં અત્‍યારથી જ રાષ્‍ટ્રિય નેતાઓની ફોજ સાથે સ્‍ટાર પ્રચારકોની યાદીઓ બનાવવાઇ રહી છે. ત્‍યારે દિલ્‍હીમાં બેઠેલા કોગ્રેસ મોવડીઓ દ્વારા મિટીંગોનો ધમ-ધમાટ ચાલ્‍યો અને આવનારી ગુજરાત વિધાનસભાની ચુંટણી માટે કેન્‍દ્રની નેતાગીરીએ ગુજરાતની ૧૮૨ વિધાનસભા બેઠક દીઠ તમામ બેઠક પર એક-એક નિરિક્ષકની યાદી તૈયાર કરી લીધી છે. નવાઇની વાતતો એ છે કે, આ તમામ ૧૮૨ નિરિક્ષકો કોંગ્રેસના દિલ્‍હી સહિત અન્‍ય રાજ્યોના કોંગીનેતાઓ છે તેમાં એક પણ નિરિક્ષક ગુજરાતમાંથી નિયુક્ત કરવામાં આવ્‍યો નથી,ત્‍યારે આ નિર્ણયને લઇને મોરબી જિલ્‍લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારાએ કટાક્ષ વ્‍યંગ કરવા સાથે અણીયારા સવાલો કોંગ્રેસને કર્યા છે.

રાઘવજીભાઈએ સણસણતો કહી શકાય તેવો સવાલ કોંગ્રેસ પાર્ટીને પુંછ્યો છે, કે તમામ ૧૮૨ વિધાનસભાની સીટ પર આપે ગુજરાત બહારના જ ૧૮૨ કોંગ્રેસી નિરિક્ષકોને નિયુક્ત કર્યા, તો શું આપની પાસે ગુજરાત કોંગ્રેસમાં કોઇ આપના નેતાને નિરીક્ષક તરીકેની જવાબદારી સંભાળતા આવડતું નથી? કે આપને ગુજરાતના આપના કોઇ નેતા પર વિશ્વાસ નથી? અને જો આપને જ આપના ગુજરાતના નેતાઓ પર વિશ્વાસ ન હોય તો પછી પ્રજાને ગુજરાતના ઝવેરી જેવા મતદારોને ક્યાંથી વિશ્વાસ હોય? અને આપે જે કર્યૂ તે આપની મતિ અનુસાર યોગ્‍ય કર્યૂ છે.

તેમણે વધુમાં જણાવ્‍યા મુજબ કોંગ્રેસ એટલે આ દેશની આઝાદી બાદ ઘણા સમય સુધી કહેવાતી સૌથી મોટી પાર્ટી, પરંતુ આજે એ જ કોંગ્રેસને પોતાનું અસ્‍તિત્‍વ ટકાવવા હવાતિયા મારવા પડે છે, તેનું પણ કારણ છે,કોંગ્રેસ પાસે નિતિ નથી, નેતા નથી, સારી નિયત નથી અને નિષ્‍ઠા શું તેની તો કોંગ્રેસને ખબર જ નથી.

નિતિ એટલે જે મતદારોએ આપણને ચુંટીને, આપણા પર વિશ્વાસ મુકીને પ્રજાહિતના કાર્યો કરવા મોકલ્‍યા તેવા પ્રજાહિતના,વિકાસના કાર્યો કરવા, પરંતુ આવા કોઇ કાર્ય કરવા તો એક બાજુની વાત રહી પાછલા વર્ષોની જ વાત કરીએ તો અરબો રૂપિયાના કૌભાંડો કરીને પ્રજાની નજરમાંથી કોંગ્રેસ ઉતરી ગઇ,લોકસાહીમાં સિંહાશન પર બેસાડનાર પ્રજા છે અને ત્‍યાંથી ઉતારી ફેકી દેનાર પણ પ્રજા છે આ નિતિ-રાજનિતિને કોગ્રેસ ક્યારેય સમજી ન શકી.

- text

કેપ્‍ટન વગર દરિયામાં જહાજ કે આકાશમાં પ્‍લેન ચાલી ન શકે, અકસ્‍માત સર્જાય તેમ આ કોંગ્રેસ પાસે એક પણ નેતા નથી કોંગ્રેસ માત્ર નહેરૂ-ગાંધી પરિવારની જાગીર બની ગઇ છે નેતા તો બસ તેમાંથી જ, અને વાત નિયતની કરીએ તો એક સમયે અનેક-અનેક કેન્‍દ્રિય દિગ્‍ગજ નેતાઓથી હરિભરી આ કોંગ્રેસ પાર્ટીએ પોતાની મનમાની,અંગત હિત, આ દેશની વિશાળ જન સંખ્‍યાને નજર અંદાજ કરી પોતાની મનમાની કરી તેથી રાષ્‍ટ્રિય કક્ષાએ શરદ પવાર,પી.એન.સંગમા જેવા અનેક અનેક નેતાઓએ કોંગ્રેસ છોડી અલગ ચોકો જમાવ્‍યો અરે કેન્‍દ્રની ક્યાં ગુજરાતની જ વાત કરીએ તો કોંગ્રેસની પ્રજાહિત વિરુદ્ધની માનસિકતા, જોહુકમીના કારણે અને સામા વિકાસ…. વિકાસ….અને માત્ર પ્રજાના, ગુજરાતના વિકાસ મંત્રના જાપ સાથે ગુજરાતને દેશનું મોડલ રાજ્ય બનાવનાર ભાજપ સાથે છેલ્‍લા સમયમાં વિઠ્ઠલભાઇ રાદડીયા,નરહરિ અમિનભાઇ જેવા અનેક પ્રજાહિત ચિંતક નેતાઓ જોડાયા અને તેની પાછળ એક જ કારણ ભાજપની સાફ સુથરી અને પ્રજાહિતના, વિકાસના કાર્યો કરવાની નિયત, જ્યારે કોંગ્રેસની ખોરા ટોપરા જેવી નિયતના કારણે હમણાં સુધી કોંગ્રેસના દિગ્‍ગજ નેતા ગણાતા શંકરસિંહ વાઘેલા સહિત ધારાસભ્‍યોએ પણ કોંગ્રેસને રામ-રામ કરી દીધા.

નિયત જો સાફ સુથરી અને પ્રજાહિત, વિકાસ સાથેની હોયને તો જ આજે વિશ્વના દેશો વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી માટે લાલ જાઝમ બિછાવે, વિશ્વમાં પોતાની નિયત સબંધિત કાર્યોથી છવાઇ જાય અને વાત કરીએ સાફ નિયતની તો આપણા ગુજરાતના મુખ્‍યમંત્રી આદરણીય વિજયભાઇ રૂપાણીએ માત્ર ૨૦૦ દિવસમાં ૩૭૬ પ્રજાહિતના કાર્યોની, વિકાસ કાર્યોની ધડાધડ જાહેરાતો કરી તેનો તાબડતોડ અમલ કરાવ્‍યો તેને નિયત કહેવાય આજે નાયબ મુખ્‍યમંત્રી નિતિનભાઇ પટેલ સહિત ગુજરાત સરકારના તમામ મંત્રીઓ ધારાસભ્‍યો પલેપલ પ્રજાના હિતની ખેવના કરી પ્રજાની વચ્‍ચે જઇ, પ્રજાહિતના કાર્યો કરી રહ્યા છે આને નિયત કહેવાય.

આવાનારી ચુંટણીમાં વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીજીના ભારતને ગુરૂ દેશ,મહાસત્તા બનાવવાના અભિયાનને મુખ્‍યમંત્રી વિજયભાઇની ગુજરાતની વિકાસ યાત્રામાં આગળને આગળ હરણફાળને અને ગુજરાત ભાજપની તમામ વર્ગના હિતની ચિંતા કરતી ભાજપ સરકારને ફરી પાંચ વર્ષ માટે મેન્‍ડેટ આપશે અને ૧૫૧ પ્‍લસનો ટાર્ગેટ સાર્થક કરી બતાવશે તેવો વિશ્વાસ શ્રી ગડારાએ અંતમાં વ્‍યક્ત કર્યો હતો.

- text