મોરબીમાં પરપુરુષ સાથે ધરાર સંબંધ બંધાવતા પતિની ચુંગાલમાંથી પરિણીતાને ઉગારતી ટીમ ૧૮૧

- text


છેલ્લા ત્રણ વર્ષથી દારૂડિયો પતિ આચરતો હતો હેવાનીયત

મોરબી : મોરબીમાં સપ્તપદીના સાત ફેરાની મર્યાદા તોડી દારૂડિયા પતિ દ્વારા જ પત્ની ઉપર ત્રાસ ગુજારી પર પુરુષો સાથે શારીરિક સબન્ધ બાંધવા મજબુર કરવામાં આવતા ટીમ ૧૮૧ દ્વારા પરિણીતાને મદદ કરી દારૂડિયા પતિના ત્રાસમાંથી મુક્ત કરવી પિયર પક્ષે મોકલી આપવાની સાથે હેવાનીયત આચરતા પતિને પોલિસ હવાલે કરવામાં આવ્યો હતો.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી ૧૮૧ ટીમને કોલ આવ્યો હતો કે એક બહેનને તેનો દારૂડિયો પતિ માર મારે છે જે અંગે જાણ થતા ૧૮૧ ટીમના મહિલા કાઉન્સેલર જાગૃતિબેન મકવાણા અને પાઇલોટ રમેશભાઈ ભંખોડીયા સહિતની ટીમ સ્થળ પર પહોંચી હતી અને બહેનના ઘર નજીક પહોંચી તેની સાથે વાતચિત કરતા પરિણીતાએ આપવીતી સંભળાવી હતી કે તેનો પતિ રીક્ષા ચલાવે છે જે દારૂ પીને તેના પર ત્રાસ ગુજારતો હોય એટલું જ નહિ પરંતુ તે અન્ય પુરુષ સાથે શારીરિક સંબંધ બાંધવા પણ દબાણ કરતો અને પ્રતિકાર કરતા તે મારઝૂડ કરતો હતો.

- text

ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ વર્ષથી પરિણીતા દારૂડિયા પતિનો ત્રાસ સહન કરતી હોય, ૧૮૧ ટીમના કાઉન્સેલર જાગૃતિ મકવાણા અને પાયલોટ રમેશભાઈ ભંખોડીયાની ટીમે આરોપી દારૂડિયા પતિને પોલીસ સ્ટેશન લઇ આવ્યા હતા ને તેના પતિની પોલીસે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે તેમજ ભોગ બનનાર પરિણીતાને તેના પિયર પક્ષવાળાને સોપવામાં આવી હતી આમ,દારૂડિયા પતિની ચુંગલમાંથી પરિણીતાને ઉગારી લેવામાં ૧૮૧ ટીમ નિમિત બની છે.

- text