મોરબી : રાજકોટ-મોરબી હાઇવે પર ફેકટરીમાં વિકરાળ આગ

- text


મોરબી:રાજકોટ-મોરબી હાઇવે ઉપર અજંતા ફેક્ટરીથી આગળ વિરપર ગામ પાસે બાલવી ઇન્કમાં વિકરાળ આગ લાગી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.

જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ-મોરબી હાઇવે ઉપર વિરપર ગામ અને અજંતા ફેકટરી વચ્ચે આવેલ સરદાર (બાલવી ઈન્ક) નામની ફેકટરીમાં આગ લાગતા મોરબીની બે ફાયર ફાયટરની ટીમ રવાના કરવામાં આવી છે અને આગ વિકરાળ હોય હજુ વધારે ફાયર ફાઇટર દોડવા પડે તેમ હોવાનું મોરબી ફાયર સ્ટેશનના સૂત્રોએ જણાવ્યું હતું. જો કે ફેકટરીમાં આગ કેમ લાગી તેનું કારણ બહાર આવ્યું નથી.

- text

- text