રાજકોટ જિલ્લા બેંકના વાઇસ ચેરમેન પદે મગનભાઈ વડાવિયાની નિમણુંક

- text


મોરબી : રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપરેટીવ બેંક લી.માં બીજી ટર્મના ચેરમેન પદે વિઠલભાઇ રાદડિયાની તથા વાઇસ ચેરમેન પદે મગનભાઇ વડાવીયાની સર્વાનુમતે વરણી થયેલ હતી. 

વિઠલભાઇ રાદડીયા સાંસદ – પોરબંદર મત વિસ્તાર, ઇફકોના વાઇસ ચેરમેન પદે તથા ગુજકોમાસોલના ડીરેકટર પદે પણ હાલ સેવા આપી રહેલ છે. તથા શ્રી મગનભાઇ વડાવીયા કે જેઓ એ. પી. એમ. સી. મોરબીના ચેરમેન પદે તથા ગુજકોમાસોલના ડીરેકટર પદે પણ હાલ સેવાઓ આપી રહેલ છે. બન્ને બેંકના વાઇસ ચેરમેન પદે તથા મેનેજીંગ ડીરેકટર પદે વર્ષો સુધી સેવાઓ આપી રાજકોટ તથા મોરબી જીલ્લાના સહકારી પરીવારને મોટુ યોગદાન આપેલ છે તેઓએ વાઇસ ચેરમેન પદની જવાબદારી મગનભાઇ વડાવીયાને સોંપી અભિનંદન પાઠવેલ હતાં.

- text

- text